કમર્શિયલ લોન લેનારાની સંખ્યામાં ૪.૩ ટકાનો ઘટાડો

12 January, 2023 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૂલ્ય દ્વારા વધારાને જોવી હોય તો ૭૩ ટકાનો ઉછાળો આવીને ૬૬.૪૯ લાખ કરોડ રૂપિયા થયો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કોવિડ અસરગ્રસ્ત ૨૦૨૨ના વર્ષમાં કમર્શિયલ ધિરાણ લેનારની સંખ્યા-વૉલ્યુમ ૪.૩ ટકા ઘટીને ૨૨.૨ લાખ લોન્સ થયું હતું, એમ ક્રેડિટ માહિતી કંપનીએ બુધવારે જણાવ્યું હતું. જો મૂલ્ય દ્વારા વધારાને જોવી હોય તો ૭૩ ટકાનો ઉછાળો આવીને ૬૬.૪૯ લાખ કરોડ રૂપિયા થયો હતો, જ્યારે નાણાકીય વર્ષના અંતે બાકી રહેલા પોર્ટફોલિયોમાં ૮.૫ ટકાનો વધારો થયો હતો, એમ ક્રાઇફ હાઈ માર્કના અહેવાલમાં જણાવાયું હતું.

સમગ્ર ધિરાણકર્તાઓની કમર્શિયલ લોન માટે સરેરાશ ટિકિટના કદમાં વર્ષ દરમ્યાન મોટો વધારો જોવા મળ્યો હતો, જેમાં સરકારી માલિકીના ધિરાણકર્તાઓએ નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧.૬૫ કરોડ રૂપિયાની સામે ૩.૩૪ કરોડ રૂપિયાની થઈ હતી અને ખાનગી બૅન્કોની ૧.૮૫ કરોડ રૂપિયાની સરખામણીએ ૩.૩૦ કરોડ રૂપિયા હતી. 

business news reserve bank of india state bank of india