નિરાશ ન થાવ, મુશ્કેલ સમય પણ પસાર થઇ જશેઃ નીતિન ગડકરી

16 September, 2019 11:34 AM IST  | 

નિરાશ ન થાવ, મુશ્કેલ સમય પણ પસાર થઇ જશેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અર્થવ્યસ્થામાં જોવા મળી રહેલી મંદી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે ઓટોમોબાઇલ સેક્ટરને વધારે ચિંતા નહીં કરવાની સલાહ આપી હતી. ગડકરીએ વિદર્ભ ઉદ્યોગ સંઘના ૬૫માં સ્થાપના દિવસે જણાવ્યું કે, ક્યારેક ખુશી હોય છે, ક્યારેક ગમ હોય છે. ઉદ્યોગોએ પરેશાન થવાની જરૂર નથી કેમકે મુશ્કેલ સમય પસાર થઈ જશે.

કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે, મને ખબર છે કે ઉદ્યોગ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. હાલમાં જ હું ઓટોમોબાઇલ નિર્માતાઓને મળ્યો હતો અને તેઓ થોડા ચિંતિત હતા. મેં તેમને જણાવ્યું કે, ક્યારેક ખુશી હોય છે, ક્યારેક ગમ હોય છે. ક્યારેક તમે સફળ થશો ક્યારેક તમે નિષ્ફળ જશો. આ જ જીવન ચક્ર છે.

આ પણ વાંચો: માર્કેટ કરેક્શનના સમયમાં ખરીદીનો કરેક્ટ નિર્ણય લેવો જોઈએ

કેન્દ્ર સરકારે આર્થિક મંદીમાંથી પસાર થઇ રહેલી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કેટલાક પગલા લીધા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે હાઉસિંગ સેક્ટરને ગતિ આપવા માટે ૧૦,૦૦૦ કરોડનું ફંડ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત નિકાસને પ્રોત્સાહન આપવા માટે પણ સરકારે અનેક જાહેરાતો કરી હતી.

business news nitin gadkari gujarati mid-day