ફોર્બ્સ 2019ની યાદી જાહેર, કિસ્મત બનાવનાર 80 USની મહિલાઓમાં 3 ભારતીય

07 June, 2019 05:07 PM IST  | 

ફોર્બ્સ 2019ની યાદી જાહેર, કિસ્મત બનાવનાર 80 USની મહિલાઓમાં 3 ભારતીય

કિસ્મત બનાવનાર 80 USની મહિલાઓમાં 3 ભારતીય

ફોર્બ્સે 2019ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેરિકાની 80 ધનિક મહિલાઓનું નામ છે. મહત્વનું છે કે ફોર્બ્સની આ યાદીમાં એવી મહિલાઓ છે જેમણે પોતાની જાતે જ પોતાની કિસ્મત બદલી હોય. ફોર્બ્સની લિસ્ટ 'અમેરિકાઝ રિચેસ્ટ સેલ્ફ મેડ વુમન 2019'માં ભારતીય મૂળની 3 મહિલાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કોમ્પ્યુટર નેટવર્કિંગ કંપની અરિસ્ટાની પ્રેસિડેન્ટ જયશ્રી ઉલ્લાલ, આઈટી ક્ષેત્રની સલાહકાર અને આઉટ સર્વિસની સુવિધાઓ આપતી કંપની સિંટેલની કો-ફાઉન્ડર નીરજા સેઠી અને સ્ટ્રીમિંગ ડેટા ટેક્નોલોજીન કંપની કંફ્લુએન્ટની કો-ફાઉન્ડર નેહા નરખેડેને સ્થાન મળ્યું છે.

જયશ્રી ઉલ્લાલ અમેરિકાની સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે

આ લિસ્ટમાં એબીસી સપ્લાયની ચેરપર્સન ડિએન હેન્ડ્રિક્સ પહેલા સ્થાને રહી હતી. ડિએન પાસે સાત અરબ ડોલરની સંપતિ છે. આ યાદીમાં જયશ્રી ઉલ્લાલ 18માં સ્થાને છે. ઉલ્લાલ પાસે અરિસ્ટાના શૅરના 5 ટકાની ભાગીદારી એટલે કે કિલ 1.40 અરબ ડોલરની સંપતિ છે. ફોર્બ્સે કહ્યું હતું કે, લંડનમાં જન્મેલી અને ભારતમાં મોટી થયેલી જયશ્રી ઉલ્લાલ અમેરિકાના સૌથી ધનિક પારિવારિક કર્મચારીઓમાંથી એક છે.

આ પણ વાંચો: નબળા ડૉલરના સાથથી સોનું 1340 ડૉલરની સપાટીએ મજબૂત

નીરજા સેઠી આ યાદીમાં 23માં સ્થાને છે. નીરજા સેઠીએ તેમના પતિ સાથે મળીને સિંટેલની સ્થાપના કરી હતી અને તેમની પાસે હાલ 1 અરબ ડોલરની સંપતિ છે. ફોર્બ્સની આ યાદીમાં નેહા નરખડે 60માં સ્થાન પર છે નેહા માટે 36,000 કરોડ ડોલરની સંપતિ છે. આ યાદીમાં ટેનિસ સ્ટાર પ્લેયર સેરેના વિલિયમ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ યાદીમા સેરેના 80માં સ્થાને છે.

business news gujarati mid-day