અમેરિકા-ચીનને કારણે મુકેશ અંબાણીને 70 હજાર કરોડનું નુક્સાન

09 May, 2019 04:50 PM IST  |  મુંબઈ

અમેરિકા-ચીનને કારણે મુકેશ અંબાણીને 70 હજાર કરોડનું નુક્સાન

ગુજરાતીમાં કહેવત છે કે બે આખલા ઝઘડે તો ખો તો જમીનનો જ નીકળે. આવી જ વાત કંઈક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી સાથે થઈ છે. અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરમાં મુકેશ અંબાણીના 70 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વૉરની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. આ ટ્રેડ વૉરના કારણે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅર છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં લગભગ 4 ટકા જેટલા ઘટ્યા છે.

આ ઘટાડાને કારણએ RILની માર્કેટ વેલ્યુમાં 10 અબજ ડૉલરનો એટલે કે અંદાજે 70 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તેની સાથે જ RILની દેશની સૌથી મોટી કંપની તરીકેનું સ્થાન પણ છીનવાઈ ચૂક્યુ છે. RILને પછાડીને હવે TCS દેશની સૌથી મોટી કંપની બની ચૂકી છે.

આ પણ વાંચોઃ બાળપણમાં આટલા ક્યૂટ લાગતા હતા ઈશા અને આકાશ અંબાણી, જુઓ રૅર ફોટો

છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી થયેલા ઘટાડાને કારણે RILની માર્કેટ વેલ્યુ ટાા ગ્રુપની ટાટા કન્સલટન્સી સર્વિસ કરતા ઘટી છે. ગુરુવારે RILમાં 3.50 ટકાનો ઘટાડો થયો છે, જેને કારણે શૅરની કિંમત 1254 રૂપિયાની આસપાસ શૅરની કિંમત ચાલી રહી છે. જેને કારણે કંપનીની વેલ્યુએશન પણ ઘટીને 7.95 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ટીસીએસ 8.14 લાખ કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની બની છે.

mukesh ambani news national news reliance