બાળપણમાં આટલા ક્યૂટ લાગતા હતા ઈશા અને આકાશ અંબાણી, જુઓ રૅર ફોટો

Updated: May 09, 2019, 15:17 IST | મુંબઈ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જોડિયા પુત્રો આકાશ અને ઈશા અંબાણીના બાળપણના ફોટોઝ ઈન્ટરનેટ પર ફરતા થયા છે. આ ફેમિલી ફોટોમાં બંને ભાઈ બહેન એકદમ ક્યુટ દેખાઈ રહ્યા છે.

Image Courtesy : Nita Ambani Twitter
Image Courtesy : Nita Ambani Twitter

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જોડિયા પુત્રો આકાશ અને ઈશા અંબાણીના બાળપણના ફોટોઝ ઈન્ટરનેટ પર ફરતા થયા છે. આ ફેમિલી ફોટોમાં બંને ભાઈ બહેન એકદમ ક્યુટ દેખાઈ રહ્યા છે. નેટીઝન્સ પણ બંનેની ક્યુટનેસ પર પોતાની કમેન્ટ્સ આપી રહ્યા છે.

 

આ ફેમલી ફોટોમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણી એક બીજા સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. જો કે આ ફોટોમાં બંને ખૂબ જ નાના છે. ઈશા અને આકાશનો આ બાળપણનો ફોટો છે. આ ફોટોમાં બે બાળકો છે, જેમાંથી એક બાળક બીજા બાળકને ગાલ પર કિસ કરતું દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વૉગ મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈશા અંબાણીએ પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે અને તેનો જોડિયો ભાઈ આકાશ અંબાણી મુકેશ અંબાણી અને નીતા અંબાણીને IVFથી થયેલા સંતાનો છે.

આ પણ વાંચોઃ Met Gala 2019: આવા સુંદર અંદાજમાં નજર આવી ઈશા અંબાણી

ઈશા અંબાણીએ કહ્યું હતું,'અમારો જન્મ મમ્મી પપ્પાના લગ્નના સાત વર્ષે થયો હતો. હું અને આકાશ IVF બેબીઝ છીએ. જ્યારે અમારો જન્મ થયો ત્યારે મારી મમ્મી ફૂલ ટાઈમ મોમના રોલમાં આવી ગઈ હતી. જો કે પાછળથી જ્યારે અમે પાંચ વર્ષના થયા, ત્યારે તેણે ફરી કામ શરું કર્યું. પણ હજીય મારી મોમનો અંદાજ એ જ છે.' તો 2012માં નીતા અંબાણીએ પણ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે મુકેશ અંબાણી સાથે લગ્નના કેટલાક વર્ષો બાદ ડોક્ટરે તેમને કહ્યું હતું કે તે ક્યારેય મા નહીં બની શકે. તો ઈશા અંબાણીએ પોતાના મોમ નીતા અંબાણી વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે મમ્મી તરીકે નીતા અંબાણી સ્ટ્રિક છે. નીતા અંબાણી ધ્યાન રાખતા કે તેમના બાળકો ક્યારેય સ્કૂલ બંક ન કરે, જમવાનું સમયસર કરી લે, બરાબર ભણે અને તેમને રમવા માટે પૂરતો સમય મળી રહે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK