વીમા કંપનીઓએ નબળું ક્રેડિટ રેટિંગ ધરાવતી કંપનીઓમાં કરોડોનું રોકાણ કર્યુ

17 August, 2019 11:34 AM IST  | 

વીમા કંપનીઓએ નબળું ક્રેડિટ રેટિંગ ધરાવતી કંપનીઓમાં કરોડોનું રોકાણ કર્યુ

પ્રતીકાત્મક તસવીર

દેશની વીમા કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ના છેલ્લા ૬ મહિનામાં જે કંપનીઓનું ક્રેડિટ રેટિંગ નબળું થયું છે કે ઘટ્યું છે એમાં ૧૧,૮૦૦ કરોડ રૂપિયા રોક્યા હોવાનું બજાર આવ્યું છે. જોકે વીમા ક્ષેત્રના નિયમનકાર ઇરડાના અહેવાલ અનુસાર આ રોકાણ વીમા કંપનીઓની કુલ ૩૪.૫૮ લાખ કરોડ રૂપિયાની અસ્કયામત સામે આંશિક ભાગ જ છે એટલે સમગ્ર ક્ષેત્ર પર કોઈ મોટું જોખમ નથી. 

વીમા કંપનીઓએ જાહેર કરેલા રોકાણની વિગતો અનુસાર કુલ રકમમાંથી ૯૩૨૦ કરોડ રૂપિયાની રકમ અનિલ અંબાણી જૂથની ચાર કંપનીઓમાં તથા દીવાન હાઉસિંગ, આઇએલઍન્ડએફએસ અને યસ બૅન્કમાં રોકવામાં આવી છે. આઇએલઍન્ડએફ જૂથ પોતાનું દેવું ભરપાઈ કરવામાં નિષ્ફળ જતાં મોટા ભાગની બૅન્કિંગ અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓમાં ક્રેડિટ રેટિંગમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: પ્રૉફિટ-બુ‌કિંગ છતાં ડૉલરની મજબૂતીને કારણે સોનાનાં ભાવમાં વધારો


વીમા કંપનીઓ ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડની અનેક સ્કીમમાં રોકાણનું મૂલ્ય માંડવાળ કરી દેવું પડ્યું છે અથવા જેમાં પ્રમોટરના શૅર ગીરવી મુકવામાં આવ્યા છે એમાં પરતચુકવણીની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

business news gujarati mid-day