ચીનની નિકાસ વધતાં ઍલ્યુમિનિયમ ૨૯ મહિનાના તળિયે, તાંબું મજબૂત

11 June, 2019 11:05 AM IST  | 

ચીનની નિકાસ વધતાં ઍલ્યુમિનિયમ ૨૯ મહિનાના તળિયે, તાંબું મજબૂત

ઍલ્યુમિનિયમ ૨૯ મહિનાના તળિયે, તાંબું મજબૂત

વિશ્વના સૌથી મોટા ઉત્પાદક ચીનની નિકાસ ધારણા કરતાં વધતાં ઍલ્યુમિનિયમના ભાવ જાન્યુઆરી ૨૦૧૭ પછી સૌથી નીચા સ્તરે પટકાયા હતા. બીજી તરફ તાંબાના ભાવ અમેરિકા અને મેક્સિકો વચ્ચે થયેલી વ્યાપાર સંધિને કારણે મજબૂત જોવા મળી રહ્યા હતા. એપ્રિલ કરતાં મે મહિનામાં ચીનની થતી ઍલ્યુમિનિયમની નિકાસ ૭.૬ ટકા વધી છે, જ્યારે છેલ્લા ૧૨ મહિનામાં ઍલ્યુમિનિયમની નિકાસ ૧૨.૪ ટકા વધી હોવાના આંકડા જાહેર થયા હતા. મે મહિનામાં ચીને કુલ ૫.૩૬ લાખ ટન નિકાસ કરી હતી.

બજારમાં ચીનની નિકાસ વધતાં માગ કરતાં પુરવઠો હજી પણ વધે એની દહેશત છે એટલે ભાવ વધારે ઘટuા હતા. બીજી તરફ, ક્રૂડ ઑઇલના ભાવ પણ છેલ્લાં પાંચ સપ્તાહમાં ૧૦ ટકા જેટલા ઘટ્યા હોવાથી ધાતુના ભાવ વધ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે કોઈ પણ ધાતુની બનાવટ કરતાં ઍલ્યુમિનિયમ માટે વધારે ઊર્જા‍ની જરૂરિયાત રહે છે. લંડન મેટલ એક્સચેન્જ પર ત્રણ મહિનાનો વાયદો ૦.૫ ટકા ઘટી ૧૭૫૬ ડૉલર ચાલી રહ્યો છે. છેલ્લે ૧૧ જાન્યુઆરી ૨૦૧૭ના ૧૭૫૨ ડૉલર પ્રતિ ટનનું સ્તર જોવા મળ્યું હતું. અમેરિકા અને મેક્સિકો વચ્ચે ગેરકાયદે રીતે આવતા આશ્રિતો ઉપર નિયંત્રણના મામલે સંધિ થતાં બીજી તરફ તાંબાના ભાવમાં વધારો જોવા મYયો હતો. તાંબાના ભાવ ૦.૩ ટકા વધી ૫૮૨૦ ડૉલર પ્રતિ ટન છે. જોકે ચીનમાં તાંબાની આયાત ૧૦.૯ ટકા ઘટી હોવાના અહેવાલને કારણે ભાવમાં બહુ મોટો ઉછાળો આવ્યો નથી.

આ પણ વાંચો: જીએસટી કાઉન્સિલની મીટિંગ ૨૦ જૂને, ૨૮ ટકા સ્લૅબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ

અન્ય ધાતુમાં લંડન મેટલ એક્સચેન્જ ઉપર લેડના ભાવ ૧.૯ ટકા વધી ૧૮૬૬ ડૉલર પ્રતિ ટન થયા છે જે એક મહિનાની ઊંચી સપાટીએ છે. ઑસ્ટ્રેલિયામાં નાયસ્ટાર કંપનીનું વિશ્વનું સૌથી મોટું સ્મેલ્ટર બંધ હોવાથી લેડના ભાવ મજબૂત છે. નિકલના ભાવ ૦.૪ ટકા વધીને ૧૧,૬૭૦ ડૉલર, ઝિંકના ભાવ ૦.૬ ટકા ઘટી ૨૪૬૯.૫૦ અને ટિનના ભાવ ૦.૩ ટકા ઘટી ૧૯,૧૭૦ ડૉલર પ્રતિ ટન રહ્યા હતા. દરમ્યાન ભારતમાં ઍલ્યુમિનિયમ જૂન વાયદો કિલોદીઠ પાંચ પૈસા વધીને ર૧૪૧.૯૫ અને તાંબું જૂન ૩.૦૫ વધીને ૪૦૫.૯૫ રૂપિયા થયા હતા, જ્યારે સીસું જૂન ૨.૯ વધીને ૧૫૩.૪ તથા નિકલ જૂન ૭.૩ વધીને પ્રથમ સત્રના અંતે ૮૫૪.૯ રૂપિયા બંધ રહ્યા હતા. જસત જૂન ૬૫ પૈસા વધીને બંધમાં ૨૦૩.૭૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

business news gujarati mid-day