icici બેંકમાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા ચાર્જ ચૂકવવો પડશે

16 September, 2019 10:58 AM IST  | 

icici બેંકમાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા ચાર્જ ચૂકવવો પડશે

ફાઈલ ફોટો

ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંકે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકેના ઝીરો બેલેન્સ ખાતાધારકોએ ૧૬ ઓક્ટોબરથી બેંકમાંથી કેશ વિધડ્રોઅલ માટે ૧૦૦ રૂપિયાથી લઈ ૧૨૫ રૂપિયા ચાર્જ આપવો પડશે. ઉપરાંત જો ગ્રાહક બેંકની શાખામાં મશીન દ્વારા રૂપિયા જમા કરાવશે તો તેના માટે પણ ચાર્જ આપવો પડશે.

ચાર્જથી બચવા બેંકે તેના ઝીરો બેલેન્સ ખાતાધારકોને એકાઉન્ટને બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં બદલવા અને બંધ કરી દેવા પણ વિનંતી કરી છે.આઈસીઆઈસીઆઈ બેંકે તેના એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક નોટિસ બહાર પાડીને કહ્યું, અમે ગ્રાહકોને બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ ડિજિટલ મૉડમાં કરવા ઉત્સાહિત કરીએ છીએ. તેનાથી ડિજિટલ ઈન્ડિયા ઈનિશિએટિવને પ્રોત્સાહન મળશે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: મોદી ૨.૦ શાસનના ૧૦૦ દિવસ

તેમાં બેંકમાં રૂપિયા જમા કરાવવા, રૂપિયા ઉપાડવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલ સર્વિસ ચાર્જ સામેલ છે. સર્વિસ ચાર્જમાં ફેરફાર મામલે એસબીઆઈએ પોતાની વેબસાઈટ પર એક સર્ક્યુલર જાહેર કર્યું છે. ભારતીય સ્ટેટ બેંક ૧ ઓક્ટોબરથી તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

business news gujarati mid-day