દેશની પહેલી ખાનગી ટ્રેન દોડશે અમદાવાદથી મુંબઈ વચ્ચે,આ મહિનાથી થશે શરૂઆત

21 August, 2019 11:18 AM IST  |  અમદાવાદ

દેશની પહેલી ખાનગી ટ્રેન દોડશે અમદાવાદથી મુંબઈ વચ્ચે,આ મહિનાથી થશે શરૂઆત

દેશમાં રેલવેના ખાનગીકરણ અંગે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ મામલે મહત્વના સમાચર આવ્યા છે. દેશની પહેલી ખાનગી ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવાની છે. દેશની પ્રથમ ખાનગી ટ્રેન તરીકે તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલશે. જેની શરૂઆત સપ્ટેમ્બર મહિનાથી થશે. આ ટ્રેનનું સંચાલન IRCTCને 3 વર્ષ માટે સોંપાયું છે. ભારતીય રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTCને અમદાવાદ - મુંબઈ અને નવી દિલ્હી - લખનઉ વચ્ચે આ ટ્રેન શરૂ કરવા માટેની મંજૂરી આપી દીધી છે.

પ્રયોગના ભાગ રૂપે પહેલા ત્રણ વર્ષ માટે આ બંને પ્રીમિયમ ટ્રેન શરૂ થશે. ત્રણ વર્ષ બાદ તેની સમીક્ષા કરવામાં આવશે. જો જરૂર લાગશે તો જ કોન્ટ્રાક્ટને આગળ વધારવામાં આવશે. મહત્વની વાત એ છે કે પહેલી ખાનગી તેજસ ટ્રેનમાં ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તેમજ ડ્યૂટી પાસ વેલિડ નહીં ગમાય. સાથે જ ટ્રેનમાં રેલવેના TTE ટિકિટ ચેકિંગ પણ કરશે નહીં.

આ તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં 6 દિવસ સુધી દોડશે. તેના ટાઈમટેબલ પ્રમાણે ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડશે અને બપોરે 1.10 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગે ઉપડશે અને અમદાવાદ 9.55 વાગ્યે પહોંચશે. તેજસ એક્સપ્રેસ વચ્ચે માત્ર વડોદરા અને સુરત સ્ટેશને જ ઉભી રહેશે.

આ પણ વાંચોઃ માત્ર 9 રૂપિયામાં કરો વિયતનામની હવાઈ મુસાફરી, આ છે ઓફર

ઉલ્લેખનીય છે કેદેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસને હોલેજ કોન્સેપ્ટ પર દોડાવવામાં આવશે. એક ટ્રેન કે કોચને એક સ્ટેશનેથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તેને હોલેજ ખર્ચ કહેવામાં આવે છે. રેલવે જેને પણ ટ્રેન દોડાવવા માટે આપશે તેની પાસેથી હોલેજ ખર્ચ અને તેની ઉપર થોડોક નફો ગણી ચોક્કસ રૂપિયા લેશે. જ્યારે ટ્રેન ચલાવવામાં નફો કે નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે. 

western railway ahmedabad mumbai