Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માત્ર 9 રૂપિયામાં કરો વિયતનામની હવાઈ મુસાફરી, આ છે ઓફર

માત્ર 9 રૂપિયામાં કરો વિયતનામની હવાઈ મુસાફરી, આ છે ઓફર

20 August, 2019 06:12 PM IST | દિલ્હી

માત્ર 9 રૂપિયામાં કરો વિયતનામની હવાઈ મુસાફરી, આ છે ઓફર

માત્ર 9 રૂપિયામાં કરો વિયતનામની હવાઈ મુસાફરી, આ છે ઓફર


શું તમારું સપનું પણ વિદેશ ફરવા જવાનું છે ? પણ તમે બજેટ ઓછું હોવાને કારણે મુસાફરી ટાળી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. વિયતનામની વિયતજેટ એરલાઈન્સ તમારા માટે છપ્પરફાડ ઓફર લઈને આવી છે. આ એરલાઈન માત્ર 9 રૂપિયામાં વિયતનામની હવાઈયાત્રા કરાવી રહી છે. આ એરલાઈને ભારત અને વિયતનામની ડાઈરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. અને શરૂઆતની ફ્લાઈટ્સ માટે આ ઓફર જાહેર કરાઈ છે.

વિયત જેટ એરલાઈન પહેલીવાર દિલ્હીથી ચિન મિન સિટી અને હનોઈના નવા રૂટ પર ફ્લાઈટ્સ શરૂ કરવા જઈ રહી છે. આ લોન્ચિંગની ઉજવણી કરવા માટે એરલાઈન્સે ત્રણ ગોલ્ડન ડેઝ દરમિયાન સુપર સેવિંગ ટિકિટ્સ રજૂ કરી છે. સૌથી ખાસ વાત એ છે કે આ ટિકિટની કિંમત માત્ર 9 રૂપિયાથી શરૂ થઈ રહી છે. એરલાઈન્સ અનુસાર 6 ડિસેમ્બર 2019થી નવી દિલ્હીથી દરેક સોમવારે, બુધવારે, શુક્રવારે અને રવિવારે ચાર ફ્લાઈટ્સ હો-ચી-મિન સિટી માટે ટેક ઓફ થશે. તો હનોઈથી દિલ્હીના રૂટ પર 7 ડિસેમ્બરથી દરેક મંગળવાર, ગુરુવાર અને શનિવારે રિટર્ન ફ્લાઈટ ટેક ઓફ થશે.



વિયતજેટના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ગુયેન થાન સોને કહ્યું,'અમે ભારત અને વિયતનામ, બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરીને પોતાની સેવાનો વિસ્તાર કરવા માટે ખુશ છીએ. ભારત અમારી પ્રાયોરિટી છે અને મહત્વનું માર્કેટ છે. ભારતીય મુસાફરોને આરામદાયક માહોલમાં મુસાફરીનો સારો અનુભવ કરાવવા અમે તૈયાર છીએ.' આ માટે અમે લેટેસ્ટ ટેક્નોલોજીવાળા આધુનિક વિમાનો સાથે વિશ્વસ્તરીય સેવાઓ, વિયત જેટના વિમાન પર શાનદાર મુસાફરીની ઓફર આપી રહ્યા છીએ. નવી દિલ્હીથી હનોઈ અને હો ચિન મિન સિટી સુધી ડિરેક્ટ ફ્લાઈટ સેવાથી બંને દેશો વચ્ચે વ્યાપારિક અને પર્યટન સંબંધી અવસરો વિક્સાવવામાં મદદ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 06:12 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK