રિકવરી માટે બાઉન્સર રાખવાનો અધિકાર નથી બેન્કો પાસે: નાણા રાજ્ય પ્રધાન

01 July, 2019 08:39 PM IST  | 

રિકવરી માટે બાઉન્સર રાખવાનો અધિકાર નથી બેન્કો પાસે: નાણા રાજ્ય પ્રધાન

પ્રતીકાત્મક તસવીર

જો કોઈ બેન્કની જબરદસ્તી રિકવરી માટે બાઉન્સર્સ કે પહેલવાનોનો ઉપયોગ કરે તો તે ખોટુ છે. સોમવારે લોકસભાના એક પ્રશ્નનો જવાબ આપતા નાણા રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, લોનની જબરદસ્તી વસૂલી માટે બાઉન્સર્સ રાખવાનો અધિકાર બેન્ક પાસે નથી. ઠાકુરે એમ પણ કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્કની ગાઈડલાઈન અનુસાર જ્યા સુધી પોલીસ વેરિફિકેશન અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જમા કરવામાં આવે નહી ત્યા સુધી લોનની રિકવરી માટે એજન્ટ રાખી શકાય નહી.

અનુરાગ ઠાકુરે RBIએ ઋણદાતાઓ માટે નિષ્પક્ષ વ્યવહારના નિયમો માટે સલાહ-સૂચનો આપવામાં આવ્યા છે જેને બેન્કે માનવા જરૂરી છે. બેન્કોના બોર્ડ દ્વારા આ નિયમોનો પહેલાથી સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સર્ક્યુલર દેવાદારોની લોની રિકવરી દરમિયાન કોઈ પણ પ્રકારનું શોષણ કરતું રોકે છે જેમા કારણ વગર દેવાદારોને પરેશાન કરવા, કોઈ પણ સમયે હેરાનગતિ કરવી, લોનના પૈસા રિકવર કરવા માટે તાકાતના ઉપયોગ કરવાથી રોકે છે.

આ પણ વાંચો: દુનિયાના સૌથી મોટા વિમાનમાં કરો હવે સૌથી નાની મુસાફરી

અનુરાગ ઠાકુરે આ વિશે મળતી ફરીયાદેને લઈને RBI સાથે વાત કરી હતી ત્યારે આ સલાહ-સૂચનોનું ઉલ્લઘંન કરતી ફરીયાદો વિશે પણ માહિતગાર કર્યા હતા અને આ વિશે કહ્યું હતું કેબેન્કોના રિકવરી એજન્ટો દ્વારા થનારા ખરાબ વર્તન કરવાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જો આ રીતે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવશે તો રિકવરી એજન્ટોની નિયુક્તને RBI હવે રદ્દ કરવાનું વિચારી શકે છે.

business news gujarati mid-day