દુનિયાના સૌથી મોટા વિમાનમાં કરો હવે સૌથી નાની મુસાફરી

Published: 1st July, 2019 20:07 IST

UAEની કંપની અમીરાત એરલાઈન્સ કંપનીએ દુબઈ થી મસ્કટ સુધી દુનિયાની સૌથી નાની A380 ફ્લાઈટ સોમવારે શરૂ કરી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

UAEની કંપની અમીરાત એરલાઈન્સ કંપનીએ દુબઈ થી મસ્કટ સુધી દુનિયાની સૌથી નાની A380 ફ્લાઈટ સોમવારે શરૂ કરી છે. સોમવારે એરલાઈન્સે ટ્વીટ કરીને કહ્યું હતું કે, દુબઈ અને મસ્કટ વત્તે એવરેજ ઉડાનના સમય 40 મિનિટનો રહે છે જે 42 લોકોની ટીમ દ્વારા AIRBUS A380ને આ અંતર કાપવામાં આવે તેના કરતા 5 મિનિટ વધારે છે. એક AIRBUS A380 500 કિલોમીટરની વાયરિંગ દુબઈ અને મસ્કટ વચ્ચેના અંતર 340 કિલોમીટર પ્રતિકલાક કરતા વધારે હોય છે.

અમીરાતના કોમર્શિયલ ઓપરેશનંસ સેન્ટરના ડિવિઝનલ સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ શેખ માજિદ અલ મુઆલાએ કહ્યું હતું કે, મસ્કટમાં AIRBUS A380 સર્વિસ શરૂ કરવાથી ગ્રાહકોને અમારી ઈન્ડસ્ટ્રીની લિડિંગ પ્રોડક્ટ્સમાં બેસવાનો મોકો મળશે. ગ્રાહકો પોતાન પસંદગી અને યાત્રા કાર્યક્રમ અનુસાર ફ્લાઈટમાં યાત્રાનું પ્લાન કરી શકશે.

આ પણ વાંચો: દેવામાં ડૂબેલા અનિલ અંબાણી વેચશે મુંબઈનું હેડક્વાર્ટર !

અમીરાત માટે ઓમાન એક મહત્વનું ડેસ્ટિનેશન છે. એરલાઈન પોતાના ગ્રાહકોને બેસ્ટ સર્વિસ આપતા આપવા માટે માર્કેટમાં પોતાની ક્ષમતા વધારવા માટે નવુ સ્ટેપ ઉઠાવી રહી છે. આ નવી ફ્લાઈટની શરૂઆતથી અમીરાતે પોતાનો જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા અમીરાત દુબઈથી દોહા સુધીની દુનિયાની સૌથી નાની AIRBUS A380 સર્વિસ આપતી હતી. ઉલ્લેખનીય છે કે, UAE અને કતાર વચ્ચેના ડિપ્લોમેટિક્સના કારણે 2017માં દોહાની તમામ ફ્લાઈટો રદ્દ કરવામાં આવી હતી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK