અમદાવાદઃશહેરમાં બનશે ગુજરાતની સૌથી મોટી 315 રૂમની હોટેલ

24 April, 2019 05:25 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃશહેરમાં બનશે ગુજરાતની સૌથી મોટી 315 રૂમની હોટેલ

સંકલ્પ ઈન અને ટાટા ગ્રુપ વચ્ચે થયા કરાર

અમદાવાદ ધીરે ધીરે મેટ્રો સિટી બની રહ્યું છે. શહેરની કાયાપલટ થઈ રહી છે. સાથે જ અમદાવાદ બિઝનેસ ક્ષેત્રે પણ હબ તરીકે વિક્સી રહ્યું છે. ત્યારે શહેરમાં હવે ગુજરાતની સૌથી મોટી હોટેલ બનવા જઈ રહી છે. તાજેતરમાં જ ટાટા ગ્રુપની કંપની ધ ઈન્ડિયન હોટેલ્સ લિમિટેડે રાજ્યમાં સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલ બનાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે ટાટા ગ્રુપની કંપની સંકલ્પ ઈન સાથે મળીને અમદાવાદમાં 315 રૂમની હોટેલ બનાવશે.

20 વર્ષ માટે કરાર

મળતી માહિતી મુજબ અમદાવાદમાં એસ. પી. રિંગરોડ પાસે સિંધુભવન રોડ પર 1.4 એકર જમીનમાં આ આલિશાન હોટેલ તૈયાર થશે. જેમાં 315 રૂમ હશે. આ હોટેલ 2020માં કાર્યરત થાય તેવી સંભાવના છે. બંને કંપનીઓ વચ્ચે થયેલા કરાર પ્રમામે હોટેલની પ્રોપર્ટી સંકલ્પ ગ્રુપ દ્વારા તૈયાર કરાશે. જ્યારે મેનેજમેન્ટ ટાટા ગ્રુપની કંપની કરશે. બંને કંપની વચ્ચે 20 વર્ષ માટે કરાર થયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃબબીતા જૈનની FICCI Floના ચેરપર્સન તરીકે થઈ વરણી

300 કરોડનું રોકાણ

સંકલ્પ ઈનના ડિરેક્ટર કૈલાશ ગોએન્કાના કહેવા પ્રમાણે અમદાવાદ ગુજરાતનું ઈકોનોમિક પાવર હાઉસ છે. અમને ઈન્ડિયન હોટેલ્સ સાથે ટાઈ અપ કરવાનો ગર્વ છે. આ હોટેલ પાછળ અંદાજે 300 કરોડનું રોકાણ થશે. અમદાવાદમાં બની રહેલી આ હોટેલમાં ઓલ ડે ડિનરની સુવિધા હશે. સાથે જ ટી લોન્જ, સ્પેશિયલ રેસ્ટોરાં ઉપરાંત બેન્કવેટ હોલ અને કોન્ફરન્સિંગ માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવશે. આ ઉપરાંત સ્પા, સ્વિમિંગપૂલ અને ફિટનેસ સેન્ટર પણ બનશે.

ahmedabad gujarat news