ભારતમાં 1.75 લાખ લોકોએ વર્ષ દરમ્યન ખાતામાંથી 1 કરોડથી વધુ રોકડ ઉપાડી

08 July, 2019 05:42 PM IST  |  Delhi

ભારતમાં 1.75 લાખ લોકોએ વર્ષ દરમ્યન ખાતામાંથી 1 કરોડથી વધુ રોકડ ઉપાડી

Delhi : ભારતાં 1.75 લાખ લોકો, ઉદ્યોગ ગૃહો અને વિવિધ સંસ્થાઓએ નાણાકીય વર્ષ 2017-18માં પોત પોતાના બેન્ક ખાતામાંથી 1 કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી હતી. એક નાણાકીય વર્ષમાં ઉપાડવામાં આવેલી આવી કુલ રકમ 11 લાખ કરોડ રૂપિયા હતી. સંભવ છે કે આટલી મોટી રકમના રોકડ ઉપાડને કારણે સરકારના કાન ઉભા થઈ ગયા હતા. અત્રે નોંધનીય છે કે, નાણામંત્રી નિર્મલા સિતારામને આ વખતે બજેટમાં એલાન કર્યુ છે કે, બેન્ક ખાતામાંથી એક વર્ષમાં ૧ કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડવા પર બે ટકા ટીડીએસ કપાશે. હાલ ઉપર દર્શાવેલ રોકડ ઉપાડમાં કેટલાક તો વાસ્તવિક વ્યવસાયની જરૂરીયાતોને પુરી કરવા માટે સમાવેશ હતો. જેમાં ATM મેનેજ કરનાર કેશ મેનેજમેન્ટ કંપનીઓના કેશ ઉપાડ પણ સામેલ છે.

આ પણ જુઓ : મુંબઈના વરસાદમાં ભજિયાની સાથે સાથે માણો મજેદાર મીમ્સને

2
% ટીડીએસ કાપવાથી મોટી રકમની ઉપાડ પર નજર રાખી શકાય
જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આંકડાઓથી લાગે છે કે કેટલાક મામલાઓમાં ગેરકાયદેસર લેવડદેવડ માટે પૈસા ઉપાડવામા આવ્યા હતા. અનેક એવા મામલા પણ સામે આવ્યા છે જેમાં રોકડ ઉપાડ માટે ખોટા પાન નંબર આપવામાં આવ્યા હતા. સરકારને આશા છે કે ૨ ટકા ટીડીએસ કાપવાથી મોટી રકમના ઉપાડ ઉપર નજર રાખી શકાશે. નાણાકીય વર્ષ 2017-18ના આંકડા બતાવે છે કે 1 લાખ લોકોએ પાનની માહિતી આપીને 1 થી 2 કરોડ રૃપિયા ઉપાડયા હતા
, જ્યારે 500 લોકોએ પોતાના બેન્ક ખાતામાંથી 100 કરોડથી પણ વધુની રકમ ઉપાડ કરી હતી. અત્રે નોંધનીય છે કે સરકાર એવા ચાલુ ખાતાના આંકડા મેળવે છે જેમા વર્ષે 50 લાખથી તેથી વધુની રકમ ઉપાડવામાં આવે છે.

આ પણ જુઓ : Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

સરકારની નજર ઓછી લેવડ-દેવડ કરવાનો છે જેતી જનતા પર ટેક્ષ ઝીકી શકાય
સરકારની નજર કેટલીક બચત ખાતાઓ પર પણ હોય છે. સરકારનો હેતુ ઓછી રોકડ લેવડ-દેવડ કરવાનો છે તેથી જ ટેક્ષ ઝીંકાયો છે. નાણામંત્રીએ બજેટમાં 50 કરોડથી વધુના વાર્ષિક ટર્નઓવરવાળી હસ્તીઓ માટે કયુઆર કોડ આધારીત
UPI, Credit Card, NEFT અને RTGS જેવા ડીઝીટલ પેમેન્ટ ટુલ્સ ઉપલબ્ધ કરાવવાનું ફરજીયાત કરવાનુ એલાન પણ કર્યુ છે. બજેટ ભાષણમાં જણાવાયુ હતુ કે આ ડીઝીટલ પેમેન્ટ માટે ન તો ગ્રાહકો અને ન તો વેપારીઓ પર કોઈ આર્થિક બોજો પડશે.

business news