ફુટબૉલ જગતમાં વર્લ્ડ કપ ૨૦૨૨ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડ ગુરુવારથી શરૂ થયા હતા

27 March, 2021 02:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફુટબૉલ જગતમાં વર્લ્ડ કપ ૨૦૨૨ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડ ગુરુવારથી શરૂ થયા હતા

ઝ્લાટન ઇબ્રાહિમોવિચ

ફુટબૉલ જગતમાં વર્લ્ડ કપ ૨૦૨૨ માટેના ક્વૉલિ​ફાઇંગ રાઉન્ડ ગુરુવારથી શરૂ થયા હતા, જેમાં રમાયેલી પહેલી મૅચમાં સ્વીડને જ્યૉર્જિયાને ૧-૦થી મહાત આપી હતી. મૂળ વાત એ કે ઇન્ટરનૅશનલ ફુટબૉલમાંથી પાંચ વર્ષ પહેલાં રિટાયરમેન્ટ લઈ ચૂકેલા ઝ્‍લાટન ઇબ્રાહિમોવિચે કમબૅક કરીને ટીમને એકમાત્ર ગોલ કરીને જીત અપાવી હતી. જ્યૉર્જિયાને પણ ગોલ કરવાની કેટલીક તક મળી હતી, પણ એનો તેઓ લાભ લઈ શક્યા નહોતા. ૩૯ વર્ષનો ઝ્‍લાટન સ્વીડનનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી હતો. તેના નામે ૬૨ ઇન્ટરનૅશનલ ગોલ નોંધાયેલા છે. જીત બાદ તેણે ખુશી વ્યક્ત કરી હતી.

sports sports news football