08 September, 2025 09:05 AM IST | Seoul | Gujarati Mid-day Correspondent
ગોલ્ડ મેડલ સાથે ભારતીય મેન્સ કમ્પાઉન્ડ ટીમના સભ્યો.
સાઉથ કોરિયામાં આયોજિત વર્લ્ડ આર્ચરી ચૅમ્પિયનશિપમાં ભારતીય મેન્સ કમ્પાઉન્ડ ટીમે પહેલો ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો છે. રિષભ યાદવ, અમન સૈની અને પ્રથમેશ ફુગેની તીરંદાજોની ત્રિપુટીએ રોમાંચક ફાઇનલ મૅચમાં ફ્રાન્સને ૨૩૫-૨૩૩થી હરાવીને ભારતને આ ટીમ ઇવેન્ટનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં સુધી પહોંચવાની સફરમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને ટર્કી જેવી ટીમને હરાવી હતી.
રિષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેન્નમ કમ્પાઉન્ડ મિક્સ્ડ ઇવેન્ટમાં બે પૉઇન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી ગયા હતા. ફાઇનલમાં આ જોડીને નેધરલૅન્ડ્સ સામે ૧૫૭-૧૫૫થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય વિમેન્સ કમાઉન્ડ ટીમને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ૨૨૯-૨૩૩થી ઇટલી સામે હાર મળી જેને કારણે વર્ષ ૨૦૧૭થી આ ઇવેન્ટમાં મેડલ જીતવાનો તેમનો સિલસિલો તૂટ્યો હતો.