ફૂટબોલ ખેલાડીએ live રિપોર્ટિંગમાં રિપોર્ટરને કરી કિસ, જુઓ વીડિયો

24 July, 2019 03:39 PM IST  |  મુંબઈ

ફૂટબોલ ખેલાડીએ live રિપોર્ટિંગમાં રિપોર્ટરને કરી કિસ, જુઓ વીડિયો

Image Courtesy: Twitter

હાલ યુરો કપ 2020 માટે ક્વોલિફાયર રાઉન્ટ ચાલી રહ્યો છે. 7 જૂને યુક્રેન અને સર્બિયા વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ ગઈ. આ મેચમાં યુક્રેને જીતી લીધી. 5-0થી જીત મેળવીને યુક્રેને કવોલિફાય થવા તરફ એક પગલું આગળ ભર્યું. પરંતુ આ મેચ બાજ યુક્રેનની જીત કરતા વધુ ચર્ચા તેના એક ખેલાડીની થઈ રહી છે. આ ખેલાડીને તમે માન્ચેસ્ટર સિટી ક્લબ તરફથી પણ રમતા જોઈ ચૂક્યા છો. એલેગ્ઝાંડર જિનચેનકો નામના ખેલાડીએ કંઈક એવું કર્યું કે હવે તે મુસીબતમાં મુકાઈ શકે છે.

ચાલી રહ્યો હતો ઈન્ટરવ્યુ

22 વર્ષના જિનચેનકો મેચ પૂરી થયા બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. એક ચેનલની રિપોર્ટર વલાડા સેડાન તેનો ઈન્ટરવ્યુ લઈ રહી હતી, ત્યારે વાતચીત દરમિયાન જ જિનચેનકોએ સેડાનને કિસ કરી લીધી. લાઈવ ઈન્ટરવ્યુ દરમિયાન જિનચેનકોએ કરેલી હરકતનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે.

બોક્સર સામે લેવાયા હતા પગલાં

આ ઘટના બાદ આખા વિશ્વમાં જિનચેનકોના વર્તન અંગે ચર્ચા ચાલી રહી છે. જિનચેનકોની આ હરકતથી તેમની કરિયર સામે પણ સવાલ ઉઠી શકે છે. કેટલાક સમય પહેલા જિનચેનકોની જેમ જ બલ્ગેરિયાના હૈવીવેટ બોક્સર કુર્બત પુલેવે એક મહિલા રિપોર્ટરને ફાઈટ બાદ કિસ કરી હતી. જેને કારણે તેના પર આકરા પગલાં લેવાયા હતા. મોટો દંડ ભરવાની સાથે સાથે કુર્બત પર પ્રતિબંધ મુકાયો હતો અને તેમને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ન કરવાના ક્લાસિસ લેવાની સજા અપાઈ હતી.

યુક્રેનને પડી શકે છે ઝટકો

જિનચેનકો સામે પણ આ પ્રકારના પગલાં લેવાઈ શકે છે. એક તરફ યુક્રેનની ટીમ યુરો કપમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરી રહી છે, ત્યારે જો તેમની સામે આવા પગલાં લેવાશે તો ટીમને ઝટકો સહન કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજ્જુ બોય જસપ્રીત બુમરાહ આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ ?

સોશિયલ મીડિયા પર ચર્ચા

જિનચેનકોની આ હરકત બાદ સોશિયલ મીડિયા પર પણ ડિબેટ શરૂ થઈ ચૂકી છે. ચર્ચા છે કે લાઈવ ટીવી પર આવી હરકત યોગ્ય નથી. જે લોકો તેમને જાણતા નથી તે આ કિસ સામે સવાલ ઉઠાવી રહ્યા છે તો જિનચેનકોના ફેન્સ તેનું સમર્થન કરી રહ્યા છે. કેટલાક લોકોનો દાવો છે કે જિનચેનકો અને સેડાન સારા મિત્રો છે, બંને સાથે ફોટો પડાવતા પણ દેખાયા છે.

football ukraine sports news