વેલ્સ હાર છતાં ક્વૉટર ફાઇનલમાં, સ્વિટ્ઝરલૅન્ડ જીત છતા અધ્ધરતાલ

22 June, 2021 12:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જર્મન ગોલકિપરની રૅન્બો આર્મબૅન્ડ સામે તપાસ બંધ

ર્ક્વાટર ફાઇનલ પ્રવેશ માટે મરણિયુ બનેલા સ્કોટલૅન્ડનો ખેલાડી ગિલમૌરનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે

યુરો કપમાં રવિવારથી ગ્રુપ સ્ટેજના મુકાબલાઓનો ત્રીજો અને છેલ્લો રાઉન્ડ શરૂ થયો હતો. ગ્રુપ-‘એ’ બન્ને મુકાબલા દમદાર રહ્યાં હતાં અને ઇટલીને તેમનો વિજય રથ જાળવી રાખતા વેલ્સને ૧-૦થી પરાજીત કરી દીધું હતું. ઇટલીની આ સતત ત્રીજી જીત હતી પણ આગળની બન્ને ૩-૦ની જીત જેવો કમાલ વેલ્સ સામે નહોતો કરી શક્યા. ઇટલી વતી આ એકમાત્ર ગોલ ૩૯મી મિનિટે મૅટ્ટીયો પેસિના (matteo pessina) એ કયોર઼્ હતો. પંચાવનમી મિનિટે વેલ્સના ખેલાડી અમ્પાડુ (ampadu)ને રેડ કાર્ડ મળતા એને મેદાન છોડીને જવું પડ્યું હતું અને ત્યારબાદ ટીમ ૧૦ જ ખેલાડીની રમવું પડ્યું હતું.

બીજી મૅચમાં સ્વિટ્ઝરલૅન્ડે વધુ જોશ સાથે રમતા ટર્કીને ૩-૧થી હરાવીને પહેલો વિજય મેળવ્યો હતો. સ્વિટ્ઝરલૅન્ડ વતી છઠ્ઠી જ મિનિટે સેફેરોવિક (saferovic) ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. ત્યારબાદ સ્ટાર ખેલાડી ઝહેરદન સાકિરી (Xherdan Shaqiri)એ ૨૬મી અને ૬૮ મિનિટે ગોલ કરીને ટીમની જીત ફાઇનલ કરી નાખી હતી. ટર્કીએ ૬૮મી મિનિટે ગોલ કરીને કમબૅક કરવાની કોશિશ કરી હતી પણ વધુ સફળ નહોતો થઈ શક્યા.

ગ્રુપ-‘એ’ના મુકાબલાઓની અંતે ઇટલીએ જીતની હૅટ-ટ્રિક સાથે કુલ છ પૉઇન્ટ મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. વેલ્સ અને સ્વિટ્ઝરલૅન્ડની એકસરખા ચાર પૉઇન્ટ થયા હતાં અને ગોલ ડિફરન્સમાં વેલ્સ એક ગોલ આગળ હોવાથી એ બાઝી મારી ગયું હતું. વેલ્સ ટીમ સામે બે ગયા થયા હતાં અને તેમણે ૩ ગોલ કર્યા હતાં તેથી તેમનો ગોલ ડિફરન્સ ૧ ગોલનો હતો ત્યારે સ્વિટ્ઝરલૅન્ડ સામે પાંચ ગયા થયા હતાં અને તેમણે ચાર કર્યા હતાં તેથી તેમનો ગોલ ડિફરન્સ -૧નો હતો. આમ રવિવારે હારના વેલ્સ ક્ડિર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું જ્યારે જીતનાર સ્વિટ્ઝરલૅન્ડ ક્વૉર્ટર ફાઇનલ પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડના અંત સુધી રાહ જોવી પડશે. છએ ગ્રુપની ટૉપ ટૂ ટીમ સીધી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લે છે અને જ્યારે બધા ગ્રુપમાં ત્રીજા ક્રમાંકે રહેલી છ ટીમોમાંથી બેસ્ટ ચાર ટીમને પણ ત્યારબાદ ર્ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ અપાય છે. આમ હવે સ્વિટ્ઝરલૅન્ડ બે ફોરમાં રહે છે કે નહીં એ માટે રાહ જોવી પડશે.

જર્મન ગોલકિપરની રૅન્બો આર્મબૅન્ડ સામે તપાસ બંધ

જર્મનીના ગોલકિપર મૅન્યુઅલ ન્યુઅરે (Manuel Neuer) ફ્રાન્સ અને પોર્ટુગલ સામેની મૅચ દરમ્યાન રૅન્બો કલરની પહેરેલી કૅપ્ટન્સ આર્મબૅન્ડ સામે હવે વધુ તપાસ નહીં કરવાનો આયોજકોએ નિર્ણય લીધો છે.

ન્યુઅરે આ બૅન્ડ કોઈ પોલિટિકલ સપોર્ટ માટે નહીં પણ LBGT (લૅસ્બીયન, બાયોસેક્યુઅલ, ગૅ અને ટ્રાન્સજેન્ડર) કમ્યુનિટીને આ પ્રાઇડ મન્થમાં સપોર્ટ માટે ઉમદા હેતુથી પહેરી હોવાનું સ્પષ્ટતા થઈ જતાં આયોજકોએ વધુ તપાસ ન કરવાનો નિર્ણય લીધો હતો. LBGT કમ્યુનિટી જૂનને પ્રાઇડ મન્થ તરીકે મનાવે છે.

આયોજકોએ પહેલા આ આર્મબૅન્ડને એક પોલિટિકલ સિમ્બોલ ગણાવીને વધુ તપાસ માટે આદેશ આપ્યો હતો. આયોજકોએ ટુર્નામેન્ટની શરૂઆતમાં જ દરેક ટીમને કોઈ પોલિટિકલ પ્રદર્શન કે દેખાવ ન કરવાનો આદેશ આપ્યો હતો.

ફ્રાન્સનો ડેમ્બેલે ઇન્જર્ડ એન્ડ આઉટ

યુરો કપમાં વર્લ્ડ ચૅમ્પિયન અને ફૅવરિટ ફ્રાન્સને હંગેરી સામેની મૅચમાં જીત ન શકવાના ગમમાં વધુ ઉમેરો થયો છે. એ મૅચ દરમ્યાન તેમનો ઔસમન ડેમ્બેલે (Ousmane Dembele) ઇન્જરીને લીધે મેદાન છોડીને જવું પડ્યું હતું અને હવે તપાસ અને રિપોર્ટ બાદ ઇન્જરી ગંભીર હોવાનું અને સાજો થતા વાર લાગે એમ હોવાથી આખી ટુર્મામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ઇંગ્લૅન્ડ ટૉપમાં કે ટેન્શનમાં?

ઇંગ્લૅન્ડ જેવી રીતે આસાનીથી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે એવું માનવામાં આવતું હતું. પણ પહેલી મૅચમાં ક્રોએશિયા સામે માત્ર એક ગોલથી વિજય અને ત્યારબાદ સ્કોટલૅન્ડ સામેની ગોલરહિત ડ્રોને લીધે બધુ બદલાય ગયું છે. ઇંગ્લૅન્ડ આવતી કાલે રાત્રે તેની છેલ્લી લીગ મૅચમાં ગ્રુપના લીડર ચેક રિપબ્લિક સામે રમવાનું છે. જો ઇંગ્લૅન્ડ ફરી અસલી ટચમાં રમીને આ જંગ જીતી જશે તો ગ્રુપમાં ટૉપનું સ્થાન મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળશે પણ જો હારી ગયું તો જો અને તો પર આધાર રાખવો પડશે. ક્રોએશિયા અને સ્કોટલૅન્ડમાં મોટા અંતરથી હાર-જીત થઈ તો પણ ઇંગ્લૅન્ડે શરમજનકરીતે બૅકડોર એન્ટ્રી માટે આધારિત રહેવું પડશે.

આજનું શેડ્યુલ

મધરાતે ૧૨.૩૦: રશિયા v/s ડેન્માર્ક

મધરાતે ૧૨.૩૦: બેલ્જીયમ v/s ફિન્લૅન્ડ

sports sports news football