બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સ ક્વૉર્ટર ફાઇનલમાં

19 June, 2021 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુરો કપમાં ગુરુવારે રાતે ડેન્માર્ક અને ઑસ્ટ્રિયાને હરાવીને નૉક-આઉટ રાઉન્ડમાં કર્યો પ્રવેશ

એરિકસનને અપાઈ યાદગાર ટ્રિબ્યુટ

ફુટબૉલ ટુર્નામેન્ટ યુરો કપમાં ગ્રુપ-‘એ’માંથી ઇટલી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યા બાદ ગ્રુપ -‘બી’માંથી બેલ્જિયમ અને ગ્રુપ-‘સી’એમાં પણ નેધરલૅન્ડ્સે પણ સતત બીજી જીત મેળવીને નૉક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ગુરુવારે રાતે બેલ્જિયમે ડેન્માર્કને ૨-૧થી મહાત આપી હતી, જ્યારે નેધરલૅન્ડ્સે ઑસ્ટ્રિ યાને ૨-૦થી હરાવી હતી. ડેન્માર્કનો આ સતત બીજો પરાજય હતો, જ્યારે ઑસ્ટ્રિયાએ એની પહેલી મૅચમાં નૉર્થ મૅકેડોનિયા સામે ૩-૧થી શાનદાર વિજય મેળવ્યો હતો.

નેગેટિવ રિપોર્ટ બાદ સ્પેનનો કૅપ્ટન ટીમ સાથે જોડાયો

સ્પેનનો કૅપ્ટન સર્જિયો બસ્ક્યુટર્સ (Sergio Busquets)નો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા એ ગઈ કાલે ટીમ સાથે જોડાય ગયો હતો અને આવતી કાલે પોલેન્ડ સામે કદાચ રમાશે. તેના લેટેસ્ટ પીસીઆર ટેસ્ટનું રિઝલ્ટ નેગેટીવ આવતા ફેડેરેશને તેને ટીમ સાથે જોડાવાની છૂટ આપી હતી. જોકે આવતી કાલે પોલેન્ડ સામે એ તરત મેદાનમાં ન પણ ઉતરે. સ્પેનનો કૅપ્ટન અને મિડફિલ્ડર સર્જિયો છઠ્ઠી જૂનના તેનો રિપોર્ટ પૉઝિટીવ આવતા ઘરમાં જ સેલ્ફ આઇસોલેટ થઈ ગયો હતો અને છેલ્લા બારેક દિવસથી ટ્રેનિંગ કરી ન હોવાથી પોલેન્ડ સામે મેદાનમાં ઉતરવાની શક્યતા ખૂબ જ ઓછી છે. જોકે સ્પેનની ગ્રુપ સ્ટેજની બુધવારની સ્કોવાકિયા સામેની છેલ્લી મૅચમાં એ કદાચ રમી શમે છે.

આજે રોનાલ્ડો વર્સીસ જર્મની

આજે રાત્રે ૯.૩૦ વાગ્યે જર્મની અને પોર્ટુગલની ટક્કર જામવાની છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૧૧ ગોલનો રેકોર્ડ ધરાવતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને રોકવાનો અને ગ્રુપ સ્ટેજમાં બહાર થવાની નામોશીથી બચવાનો એક બે-બે પડકારનો સામનો જર્મનીએ કરવાનો છે. જર્મની તેની પહેલી મૅચમાં ફ્રાન્સ સામે ૦-૧થી હારી ગઈ હતી જ્યારે પોટુર્ગલ તેની પહેલી મૅચમાં હંગેરી સામે ૩-૦થી જીત મેળવી હતી. આ ત્રણ ગોલમાં બે ગોલ રોનાલ્ડોએ કર્યા હતાં અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ તેના નામે કરી લીધો હતો. પોર્ટુગલ છેલ્લી મૅચમાં વર્લ્ડ ચૅમ્પિયન ફ્રાન્સ સામેની ટક્કર પહેલા આજે જર્મનીને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન પાકુ કરી લેવાના મૂડમાં હશે. જર્મની માટે મોટાભાગે આજે કરો યા મરો જેવી જ સ્થિતિ હશે.

૨૦૧૪ના વર્લ્ડ કપ બાદ આજે પહેલીવાર બન્ને ટીમો ટકરાઈ રહી છે. એ છેલ્લી ટક્કરમાં જર્મનીએ થોમસ મુલ્લરની હૅટટ્ટ્રિક સાથે પોર્ટુગલને ૪-૦થી કચડી નાખ્યું હતું. જોકે જર્મનીની પહેલી મૅચમાં ફ્રાન્સ સામેના પફોર્મન્સને જોતા આજે પોટુર્ગલ ઉલટફેર કરી શકે છે અને એ હારનો બદલો લઈ શકે છે.

એરિકસનને અપાઈ યાદગાર ટ્રિબ્યુટ

ડેન્માર્કનો ક્રિસ્ટિયાનો એરિકસન પહેલી મૅચમાં મૅચ દરમ્યાન હાર્ટ અટૅકને કારણે મેદાનમાં ઢળી પડ્યો હતો અનો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ લાડકા ખેલાડીને ગુરુવારે રાત્રે ડેર્ન્માક અને બેલ્જીયમ વચ્ચેની ટક્કરમાં બન્ને ટીમ અને ચાહકોએ દિલથી યાદ કર્યા હતો. મૅચ પહેલા એરિકસનની ૧૦ નંબરની જાયન્ટ ટી-શર્ટ યાદ કરીને તે જલ્દીથી ફિટ થઈ જાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રેક્ષકો પણ ક્રિસ્ટિયાનો લખેલા મોટામોટા બેનર અને ફ્લૅગ સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતાં. અમુકે ગેટ વેલ સૂન ક્રિસ્ટિયાનો લખેલા ટીશર્ટ પહેરીને પણ આવ્યા હતાં. તેના ૧૦ નંબરની ટીશર્ટને લીધે મૅચની ૧૦મી મિનિટે બોલને મેદાનની બહાર કિક મારીને થોડીવાર બન્ને ટીમોએ પોતપોતાના સ્થાને ઉભા રહીને તાળીઓના ગડગડાટ સાથે ટ્રિબ્યુટ આપવામાં આવ્યું હતું.

આ મૅચમાં ડેન્માર્ક બીજી જ મિનિટે ગોલ ફરીને શાનદાર શરૂઆત પર કરી હતી પણ બેલ્જીયમને બીજા હાફમાં ૫૪મી અને ૭૦ મિનિટે ગોલ કરીને કમબૅક કર્યું હતું. આમ ડેન્માર્કનું જીત સાથે તેના કૅપ્ટનને ટ્રીબ્યુટ આપવાનું સપનું સાકાર નહોતું થઈ શક્યું.

આજનું શેડ્યુલ

સાંજે ૬.૩૦ : હંગેરી v/s ફ્રાન્સ

રાતે ૯.૩૦ : પોર્ટુગલ v/s જર્મની

મધરાતે ૧૨.૩૦ : સ્પેન v/s પોલૅન્ડ

sports sports news football