રોનાલ્ડોને ૨૦ અબજ રૂપિયાની ઑફર કરી યુએઈ ક્લબે?

14 September, 2022 12:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોલૅન્ડના સુપરસ્ટારને યુએઈની વધુ ક્લબની બિડ મળવાની સંભાવના

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ફુટબૉલજગતમાં ચર્ચા છે કે પોલૅન્ડ અને મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ના ૩૭ વર્ષના સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સાઉદી અરેબિયાની અલ-હિલાલ ક્લબે વર્ષે ૨૧ કરોડ પાઉન્ડ (અંદાજે ૨૦ અબજ રૂપિયા) આપવાની ઑફર સાથે પોતાની ટીમમાં જોડાવાનું કહ્યું હતું, પરંતુ રોનાલ્ડોએ એ ઑફર નકારી કાઢી હતી. જોકે હવે રોનાલ્ડો આ ઑફર પર ફેરવિચારણા કરી રહ્યો હોવાનું મનાય છે. એવું પણ કહેવાય છે કે રોનાલ્ડોને કદાચ યુએઈની વધુ ક્લબો પોતાની ટીમમાં જોડાવા ઑફર કરશે.

થોડા દિવસ પહેલાં એવી અફવા હતી કે એમયુની ટીમ ચૅમ્પિયન્સ લીગ માટે ક્વૉલિફાય ન થતાં રોનાલ્ડો એમયુની ટીમ છોડી દેવાનું વિચારે છે, પરંતુ પછીથી રોનાલ્ડોએ એ વાતને નકારતાં કહ્યું હતું કે ‘મીડિયામાં ભાગ્યે જ કોઈ બાબત ૧૦૦ ટકા સાચી હોય છે.’

બૉલને બદલે હરીફને કિક મારવા બદલ રેફરીએ બતાવ્યું રેડ કાર્ડ 

આર્જેન્ટિનાના પાટનગર બ્યુનસ આયરસમાં રવિવારે પ્રોફેશનલ ફુટબૉલ લીગની મૅચ દરમ્યાન બોકા જુનિયર ટીમના ડિફેન્ડર માર્કોસ રૉયો (ડાબે) અને રિવર પ્લેટનો ખેલાડી નિકોલસ ડી લા ક્રૂઝ બૉલને હેડરથી કબજામાં લેવા કૂદ્યા હતા, પણ બેમાંથી કોઈ પણ ખેલાડી બૉલ પર કબજો નહોતા કરી શક્યા. ઊલટાનું માર્કોસથી બૉલને બદલે ભૂલમાં નિકોલસને કિક લાગી ગઈ હતી. રેફરીએ તરત દોડી આવીને માર્કોસને રેડ કાર્ડ બતાવી મૅચમાંથી કાઢી મૂક્યો હતો. જોકે બોકા જુનિયરે આ મૅચ ૧-૦થી જીતી લીધી હતી.

ફિફા ગેમ માટેના રૅન્કિંગ્સમાં મેસી કે રોનાલ્ડો નહીં, બેન્ઝેમા મોખરે

વિશ્વના ટોચના ૨૩ ફુટબોલર્સનું લિસ્ટ ધરાવતા ‘ફિફા-૨૩’નું ૩૦ સપ્ટેમ્બરે લૉન્ચિંગ થશે અને એ પહેલાં ઈએ સ્પોર્ટ્સે ફિફા ગેમ માટેના વાર્ષિક રેટિંગ્સ જાહેર કર્યા છે, જેમાં કેટલાક સુપરસ્ટાર્સને અપાયેલા નંબરથી સોશ્યલ મીડિયામાં બુમરાણ મચી ગઈ છે. ફુટબૉલના બે લેજન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસીને આ યાદીમાં ઘણા નીચા સ્થાને રાખવામાં આવ્યા છે. ફ્રાન્સના અને રિયલ મૅડ્રિડના કરીમ બેન્ઝેમાને મોખરાનો રૅન્ક અપાયો છે. મેસી ચોથા નંબરે અને રોનાલ્ડો આઠમા 
સ્થાને છે.

ટૉપ-ટેનમાં કોનો કયો રૅન્ક?

રૅન્ક  પ્લેયર
૧.    કરીમ બેન્ઝેમા
૨.    રૉબર્ટ લેવાન્ડોવ્સ્કી
૩.    કીલિયાન ઍમ્બપ્પે
૪.    લિયોનેલ મેસી
૫.    કેવિન ડી બ્રુઇન
૬.    મોહમ્મદ સાલહ
૭.    વર્ગિલ વૅન ડિક
૮.    ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
૯.    થિબોટ કૉર્ટોઇસ
૧૦.    મૅન્યુઅલ ન્યુએર

sports news sports cristiano ronaldo football united arab emirates