પારંપરિક ઝાકઝમાળ વિના ટોક્યો ઑલિમ્પિક્સનો પ્રારંભ

24 July, 2021 08:10 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

કોરોના વાઇરસની મહામારી વચ્ચે શરૂ થયેલા વૈશ્વિક રમતોત્સવની પરેડમાં બૉક્સર મૅરી કૉમ અને મનપ્રીત સિંહે ભારતીય દળની આગેવાની લીધી, જપાનના રાજા ઉદ્ઘાટન માટે આવ્યા

તિરંગા સાથે ભારતીય દળની આગેવાની કરતા મૅરી કૉમ અને મનપ્રીત સિંહ

કોરોનાના રોગચાળાને કારણે પારંપરિક ઝાકઝમાળ વગર ગઈ કાલે ટોક્યો ઑલિમ્પિક્સની ઓપનનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં જપાનની સંસ્કૃતિ અને વારસાનું પ્રતિબિંબ ઝીલવામાં આવ્યું હતું.  એક મહિના પહેલાં કોરોનાના મામલે ચિંતા વ્યક્ત કરનાર જપાનના રાજા નરુહિતો રમતોત્સવના ઉદ્ઘાટન માટે આવ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રોન સહિત વિશ્વભરના ખેલાડીઓ અને સન્માનનીય વ્યક્તિઓ હાજર રહ્યા હતા, પરંતુ ટોક્યોના મૅજેસ્ટિક નૅશનલ સ્ટેડિયમની આસપાસ રહેતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. સેરેમનીમાં આ વખતે ઓછા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ભલે પ્રેક્ષકો નહોતા છતાં સંગીત અને આતશબાજી કરવામાં આવી હતી. વિવિધ દેશોના ખેલાડીઓની પરેડનું નેતૃત્વ ગ્રીસે લીધું હતું. છેલ્લે જપાનના ખેલાડીઓ સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા. ધ્વજવાહક મૅરી કૉમ અને હૉકી કેપ્ટન મનપ્રીત સિંહ સહિત ભારતના કુલ ૧૯ ખેલાડીઓએ આ પરેડમાં ભાગ લીધો હતો. કોરોના વાઇરસના ડરને લીધે આઇસોલેશનમાં રહીને પ્રૅક્ટિસ કરનારા ખેલાડીઓ માટે એક મેસેજ મોકલાયો હતો કે ‘તમે ભલે દૂર છો, એકલા નથી.’

સ્ટેડિયમની ઉપર ડ્રોનની મદદથી સર્જવામાં આવ્યું પૃથ્વીના ગોળાના દ્રશ્યને જોતા પ્લેયરો

બીજા દિવસે ઑલિમ્પિક્સમાં ભારત

તીરંદાજી

મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતની દીપિકા કુમારી અને પ્રવીણ જાધવ સામે ચાઇનીઝ તાઇપેઇના ચિયા-ઇન લીન અને ચિહ-ચુનટેન્ગ ઃ સવારે  ૬-૦૦ વાગ્યે

બ્રૉન્ઝ મેડલ મૅચ : બપોરે ૧૨.૫૫ વાગ્યે

ગોલ્ડ મેડલ મૅચ :  બપોરે ૧.૧૫ વાગ્યે

બૅડમિન્ટન

મેન્સ ડબલ્સમાં સાતિવ્કસાંઇરાજ રાનકીરેડ્ડી અને શેટ્ટી ચિરાગ વિરૂદ્ધ ચીન તાઇપેના યેન્ગ લીય ચિ-લિન વૅન્ગની મૅચ :  સવારે ૮.૫૦

મેન્સ સિંગ્લસમાં બી સાંઈ પ્રણિથ વિરૂદ્ધ ઇઝરાઇલના મિશ્રા ઝિલ્બરમેનની મૅચ : સવારે  ૯.૩૦

બૉક્સિંગ

વિકાસ ક્રિશન વિરૂદ્ધ જપાનના સેવોનરેટ્સ ક્વિન્સી મેનસાહ ઓકાઝાવાની મૅચ ૬૯ કિલોગ્રામ ગ્રુપ : બપોરે ૩.૫૪

હૉકી

પુરૂષોની પુલ એ ની ભારત વિરૂદ્ધ ન્યુ ઝીલેન્ડની મૅચ : સવારે ૬.૩૦

મહિલાઓની પુલ એ ની ભારત વિરૂદ્ધ નેધરલેન્ડની મૅચ : સવારે ૫.૧૫

જ્યુડો

મહિલાઓની ૪૮ કિલોગ્રામ ગ્રુપમાં ભારતની સુશિલા દેવી વિરૂદ્ધ હંગેરીની ઇવા સેરનોવિઝકીની મૅચ : સવારે ૭.૩૦

રોઇંગ

પુરૂષોની ડબલ સ્કલસમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની સ્પર્ધા : સવારે ૭.૩૦

શૂટિંગ

મહિલાઓની ૧૦ મીટર ઍર રાઇફલ ક્વૉલીફિકેશન અપૂર્વી ચંદેલા અને એલાવેનીલ વેલારિવન સવારે ૫.૦૦૦

મહિલાઓની ૧૦ મીટર ઍર રાઇફલ ફાઇનલ : સવારે ૭.૧૫

પુરૂષોની ૧૦ મીટર ઍર રાઇફલ ક્વૉલીફિકેશન અભિષેક વર્મા અને સૌરભ ચૌધરી: સવારે ૯.૩૦

પુરૂષોની ૧૦ મીટર ઍર રાઇફલ ફાઇનલ : બપોરે ૧૨ વાગે

ટેબલ ટેનિસ

મિકસ્ડ ડબલ્સ રાઉન્ડમાં અંચતા શરથ કમલ અને મનિકા બત્રા વિરૂદ્ધ ચીન તાઇપેની યુન જુ લીન અને ચિન ચેન્ગની મૅચ : સવારે ૮.૩૦

મહિલાઓની સિંગલ્સ રાઉન્ડમાં મનિકા બત્રા વિરૂદ્ધ બ્રિટનની ટીન ટીન હોની મૅચ : બપોરે ૧૨.૧૫

મહિલાઓની સિંગલ્સમાં સુતિર્થા મુખરજી વિરૂદ્ધ સ્વીડનના લિન્ડા બેર્ગેસ્ટ્રોમનીમૅચ : બપોરે ૧

sports sports news tokyo olympics 2020