ફૅન્સિંગમાં હંગેરિયનની ગોલ્ડ મેડલની હૅટ-ટ્રિક

25 July, 2021 10:02 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જુડો ખેલાડીએ અપાવ્યો જપાનને પહેલો ગોલ્ડ

ઍરોન ઝિલ્લાગ્યી

ફૅન્સિંગ (તલવારબાજી)ની પુરુષોની ગઈ કાલે રમાયેલી ફાઇનલમાં હંગેરીના ખેલાડી ઍરોન ઝિલ્લાગ્યીએ ઇટલીના લુઇગી સૅમીલીને ૧૫-૭થી હરાવીને ત્રીજી વખત ઑલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આવી સિદ્ધિ મેળવનાર તે પહેલો ઑલિમ્પિક ફૅન્સર બન્યો હતો. ઍરોન ઝિલ્લાગ્યીએ અગાઉ ૨૦૧૨ના લંડન અને ૨૦૧૬ન રિયો ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૨૦૦૮માં તે ત્રીજા રાઉન્ડમાં હારી ગયો હતો.

જુડો ખેલાડીએ અપાવ્યો જપાનને પહેલો ગોલ્ડ

ટોક્યો ઑલિમ્પિક્ના યજમાન જપાનને જુડો ખેલાડી નોહિસા તાકાતોએ પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ૬૦ કિલો વર્ગની ફાઇનલમાં તેણે તાઇવાનને યેન્ગ યુન્ગ-વીને હરાવ્યો હતો. મહિલાઓની ૪૮ કિલોગ્રામની ફાઇનલમાં કોસોવાની ડિસ્ટ્રિઆ ક્રાસનિકીએ જપાનના ફુના તોનાકીને હરાવી હતી. જપાનમાં વિકસેલા આ માર્શલ આર્ટમાં તાકાતોએ જીતીને જપાનને બીજી આંચકો અપાવ્યો નહોતો.

sports sports news tokyo olympics 2020