મેસી અને નેમાર વચ્ચે થશે ટક્કર

08 July, 2021 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્જેન્ટિના પેનલ્ટીમાં કોલમ્બિયાને ૩-૨થી હરાવી પહોંચ્યું કોપા અમેરિકા કપની ફાઇનલમાં, બ્રાઝિલ સામે શનિવારે થશે મુકાબલો

ટીમને ફાઇનલમાં પહોંચાડનાર ગોલકીપર ઇમિલિયાનો માર્ટિનઝને ભેટીને વિજયની ઉજવણી કરતો મેસી. એ.એફ.પી.

શનિવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોના મેદાનમાં કોપા અમેરિકાની ફાઇનલમાં આર્જેન્ટિનાના લિયોનેલ મેસી અને બ્રાઝિલના નેમાર વચ્ચેની ટક્કર ફુટબૉલ રસિયાઓને જોવા મળશે. ગોલકીપર ઇમિલિયાનો માર્ટિનઝે ત્રણ ગોલ સેવ કરતાં આર્જેન્ટિનાએ સેમી ફાઇનલમાં કોલમ્બિયાને પેનલ્ટી શૂટ આઉટમાં ૩-૨થી હરાવ્યું હતું. મંગળવારે રમાયેલી મૅચમાં બન્ને ટીમ ૧-૧ ગોલ સાથે બરોબરી પર હતી. 
સોમવારે રમાયેલી પહેલી સેમી ફાઇનલમાં બ્રાઝિલે પેરુને ૧-૦થી હરાવ્યું હતું. સેમી ફાઇનલમાં પહેલો ગોલ કરવા માટે આર્જેન્ટિનાએ માત્ર સાત જ મિનિટનો સમય લીધો હતો. રોડ્રિગો ડી પોલે પેનલ્ટી બૉક્સમાં મેસીને જોઈને એની તરફ બૉલ પાસ કર્યો, જે મેસીએ લાઉતારો માર્ટિનઝને  મોકલતાં તેણે ગોલ કરવામાં કોઈ ભૂલ કરી નહોતી. જવાબમાં ૬૧મી મિનિટે લુઇસ ડાયઝે ગોલ કરી સ્કોર બરાબર કર્યો હતો. 

sports news sports football