નડાલ ઑલિમ્પિક્સ અને વિમ્બલ્ડનમાં નહીં રમે

18 June, 2021 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેનના લેજન્ડ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ગઈ કાલે જાહેરાત કરી હતી કે તેનું કરીઅર લાંબું ચાલે એ માટે આગામી વિમ્બલ્ડન અને ટોક્યો ઑલિમ્પિક્સમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે.

રાફેલ નડાલ

સ્પેનના લેજન્ડ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ગઈ કાલે જાહેરાત કરી હતી કે તેનું કરીઅર લાંબું ચાલે એ માટે આગામી વિમ્બલ્ડન અને ટોક્યો ઑલિમ્પિક્સમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. નડાલ છેલ્લે તેની ફેવરિટ ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં કટ્ટર હરિફ નોવાક જૉકોવિચ સામે હારી ગયો હતો. નડાલ ૨૦૦૮માં વિમ્બલ્ડન ટ્રોફી અને ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગઈ કાલે ટ્વિટર પર આ જાહેરાત કરતાં નડાલે લખ્યું હતું કે ‘મેં આ વર્ષે વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ અને ટોક્યો ઑલિમ્પિક્સ ગેમ્સમાં ન સામેલ થવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લેવો મારા માટે સહેલો નહોતો, પણ મારી બૉડીનું સાંભળીને અને મારી ટીમ સાથે ચર્ચા કર્યા બાદ મને એ યોગ્ય લાગ્યો હતો. 

football rafale deal sports news sports