સાઇનાની ઈજા પછી પણ ભારત ૩-૨થી જીત્યું

11 October, 2021 05:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતે સ્પેનને ૩-૨થી હરાવી દીધું હતું

સાઇના નેહવાલ

ડેન્માર્કના આર્હસ શહેરમાં આયોજિત થૉમસ ઍન્ડ ઉબેર કપ બૅડ્મિન્ટન સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડની પ્રારંભિક મૅચમાં ગઈ કાલે ભારતની ટોચની બૅડ્મિન્ટન ખેલાડી સાઇના નેહવાલ ઈજાને કારણેબ મૅચમાંથી નીકળી ગયા પછી પણ ભારતે સ્પેનને ૩-૨થી હરાવી દીધું હતું. આ રાઉન્ડમાં પોતાના પહેલા મુકાબલામાં જ સાઇનાએ પગના સ્નાયુઓના દુખાવાને કારણે એ મૅચમાં રમવાનું છોડી દીધું હતું. એમાં તે ક્લૅરા ઍજરમેન્દી સામેની મૅચની પ્રથમ ગેમમાં ૨૦-૨૨થી પાછળ હતી. જોકે સાઇના ગયા બાદ મહારાષ્ટ્રની માલવિકા બંસોડ વિશ્વની ભૂતપૂર્વ નંબર-૨૦ બીટ્રીઝ કૉરેલિસ સામે ૨૧-૧૩, ૨૧-૧૫થી જીતી હતી અને ડબલ્સમાં તનીશા ક્રાસ્ટો તથા રુતપર્ણા પાન્ડાએ પૌલા લોપેઝ-લૉરેના ઉસ્લે સામે ૨૧-૧૦, ૨૧-૮થી જીતીને ભારતને ૨-૧થી સરસાઈ અપાવી હતી. પછીથી અદિતિ ભટ્ટે ઍનિયા સેટિયન સામે ૨૧-૧૬, ૨૧-૧૪થી  જીતીને ભારતની સરસાઈ વધારી હતી. જોકે બીજી ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડી હારી ગઈ હતી. હવે આવતી કાલે ભારતનો સ્કૉટલૅન્ડ સાથે મુકાબલો છે.

sports sports news saina nehwal