US Open : ફેડરર, જોકોવિચ અને સેરેના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

01 September, 2019 09:00 PM IST  |  Mumbai

US Open : ફેડરર, જોકોવિચ અને સેરેના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

નોવાક જોકોવિચ અને રોજર ફેડરર પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા (PC : Tennis.com)

Mumbai : ટેનિસ જગતમાં વર્ષનું ત્રીજી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની શરૂઆત થઇ ગઇ છે. ટુર્નામેન્ટમાં અપસેટોની વચ્ચે દિગ્ગજ ખેલાડીઓએ એક પછી એક પોતાની મેચ જીતીને આગળ વધી રહ્યા છે. ત્યારે રોજર ફેડરર અને વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિચ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.


સેરેના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી તો નિશિકોરી બહાર થોય
બીજી તરફ પુરૂષ ખેલાડીમાં જાપાનના દિગ્ગજ યુવા ખેલાડી નિશિકોરી હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયો છે. તો બીજી તરફ મહિલા સિંગલ્સમાં અમેરિકાની સ્ટાર સેરેના વિલિયમ્સ પણ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લા પાંચ ગ્રાન્ડ સ્લેમમાંથી ચાર પોતાના નામે કરી ચૂકેલા સર્બિયાના જોકોવિચને બીજા રાઉન્ડના મુકાબલામાં ખભાના દુખાવાએ ઘણો પરેશાન કર્યો હતો પરંતુ તેણે ફિટનેસની સમસ્યાને દૂર કરીને 111 માં ક્રમાંકિત અમેરિકાના ડેનિલ કુડલાને 6-3, 6-4, 6-2થી હરાવ્યો હતો.


આ પણ જુઓ : પાક્કી બહેનપણીઓ ફરાહ ખાન અને સાનિયા મિર્ઝાની ડિનર ડેટ, જુઓ તસવીરો

હાલનો ચેમ્પિયન જોકોવિચનો સામનો વાનરિંકા સામે થશે
16 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા નોવાક જોકોવિચનો સામનો રવિવારે ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સ્તેનિસ્લાસ વાવરિંકા સામે થશે. સ્વિર્ટ્ઝલેન્ડના ૨૩મા વર્ષીય ખેલાડીએ ઇટાલીના પાઓલો લોરેન્ઝીને 6-4, 7-6, 7-6થી હરાવ્યો હતો. યુએસ ઓપનમાં ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકેલા જોકોવિચને વાવરિંકા સામેનો રેકોર્ડ 19-5નો છે પરંતુ 2016ની યુએસ ઓપન ફાઇનલ બાદ બંને ખેલાડી વચ્ચે કોઈ મુકાબલો થયો નથી.


આ પણ જુઓ : જાણો કેવી છે ઈન્ડિયાની નંબર વન ટેનિસ પ્લેયરની લાઈફ જર્ની તસવીરો સાથે

ફેડરરે માત્ર 80 મિનિટમાં મેચ જીતી લીધી
ટેનિસ દિગ્ગજ રોજર ફેડરરે બ્રિટનના બીજા ક્રમાંકિત ડોન ઇવાન્સ સામે માત્ર 80 મિનિટમાં 6-2, 6-2, 6-1થી વિજય હાંસલ કર્યો હતો. છેલ્લા બે મુકાબલામાં ફેડરરે પોતાનો પ્રથમ સેટ ગુમાવ્યો હતો જેના કારણે 20 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા ફેડરરે મેચની શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી અને તેણે 48 વિનર્સ ફટકાર્યા હતા. જાપાનના સાતમા ક્રમાંકિત નિશિકોરીનો ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોર સામે 6-2, 6-4, 2-6, 6-3થી પરાજય થયો હતો.


આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

સેરેના-પ્લિસકોવાની આગેકૂચ જારી રહી 
અમેરિકાની સેરેનાએ કેરોલિના મુચોવાને 74 મિનિટમાં 6-3, 6-2થી હરાવી હતી. ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ ટયૂનેશિયાની ઓન્સ ઝાબેરને 6-1, 4-6, 6-4 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. વર્તમાન ફ્રેન્ચ ઓપન ચેમ્પિનય એશ્લે બાર્ટીએ ગ્રીસની મારિયા સકારીને 7-5, 6-3 થી હરાવી હતી.

tennis news sports news us open roger federer novak djokovic