US Open : ફેડરરે સારી શરૂઆત બાદ ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો

04 September, 2019 06:35 PM IST  |  Mumbai

US Open : ફેડરરે સારી શરૂઆત બાદ ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો

રોજર ફેડરર યુએસ ઓપન 2019માંથી બહાર થયો

Mumbai : US Open માં એક પછી એક અપસેટ જોવા મળી રહ્યા છે. યુએસ ઓપન ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાતા અને ટેનિસ દિગ્ગજ રોજર ફેડરર હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. ફેડરરે મેચની શરૂઆતમાં સર્વિસ ગેમથી દિમિત્રોવને તોડ્યો હતો અને પહેલો સેટ 6-3થી જીત્યો હતો. પણ દિમિત્રોવે શાનદાર વાપસી કરતા બીજો સેટ 6-4થી જીતીને મેચમાં બરાબરી કરી લીધી હતી. પાંચ વખતના યુ.એસ. ઓપન ચેમ્પિયને રમતમાં ગ્રીપ મેળવી હોય તેમ ત્રીજો સેટ 6-3થી જીતીને મેચને પોતાના નિયંત્રણમાં ફરી એક વાર કરી હતી. પરંતુ ચોથા સેટમાં સ્વિસ ખેલાડીને દંગ કરી દિમિત્રોવ મેચને ડિસાઇડર સેટ સુધી લઈ ગયો હતો.

આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ

ચાલુ મેચમાં ઇજાગ્રસ્ત થતાં ફેડરરે મેડિકલ ટાઇમ લીધો હતો
મેચમાં પાંચમા સેટની શરૂઆતમાં ફેડરર ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે મેડિકલ ટાઈમ લીધો હતો, પરંતુ જ્યારે તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે ભાગ્યે જ આગળ વધી શકતો હતો. દિમિત્રોવે તેનો લાભ ઉઠાવતા અંતિમ સેટ 6-2થી જીતીને મેચ જીતી હતી. ફેડરર અગાઉની સાતેય મેચમાં જીત્યો હતો અને તેણે પહેલી વાર બેલજેરિયન ખેલાડી સામે હારનો સામનો કર્યો હતો.

આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

મેદવદેવ પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમના સેમીફાઈનલમાં પહોંચ્યો
મેન્સ સિંગલ્સમાં રશિયાના દાનિલ મેદવદેવ પહેલીવાર સેમીફાઈનલમાં પહોંચ્યો છે. તેણે સ્વિત્ઝરલેન્ડના સ્ટેન વાવરિંકાને હરાવ્યો છે. મેદવેદેવે આ મુકાબલો 7-6, 3-6, 6-3, 6-1થી જીતી લીધો છે. તે પહેલીવાર ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં પહેલી વાર સેમીફાઈનલમાં પહોંચ્યો છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે ચોથા રાઉન્ડ સુધી પહોંચ્યો હતો.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

સેરેના ટૂર્નામેન્ટમાં 100મી મેચ જીતી, ચીનની કિયાંગને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી
વુમન્સ સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટરફાઇનલમાં ચીનની વાંગ કિયાંગને હરાવી હતી. આ ટૂર્નામેન્ટમાં આ સેરેનાની 100મી જીત હતી. સેરેનાએ કિયાંગને 6-1, 6-0થી હરાવી હતી. તેનો સેમિફાઇનલમાં યૂક્રેનની એલિના સ્વિતોલિના સામે મુકાબલો થશે. સ્વિતોલિનાએ ગ્રેટ બ્રિટનની કોન્ટાને 6-4, 6-4થી હરાવી હતી. તે પહેલી વાર સેમિફાઇનલમાં પહોંચી છે. સેરેના 1999, 2002, 2008, 2012, 2013 અને 2014માં યુએસ ઓપન જીતી ચૂકી છે.

tennis news us open sports news roger federer