બે સ્ટાર ગોલ્ડ મેડલિસ્ટોનું મિલન નીરજ ચોપડાને ગિફ્ટમાં મળ્યું ટોક્યો

23 September, 2021 06:12 PM IST  |  Mumbai | Agency

આ પપ્પીનું નામ તેમણે નીરજની સિદ્ધિને બિરદાવતાં ટોક્યો રાખ્યું હતું. બિન્દ્રાએ આશા વ્યક્ત કરી હતી કે આ ટોક્યો પપ્પી નીરજને તેનું જોડીદાર પૅરિસ પપ્પી લાવવા મોટિવેટ કરશે.

બે સ્ટાર ગોલ્ડ મેડલિસ્ટોનું મિલન નીરજ ચોપડાને ગિફ્ટમાં મળ્યું ટોક્યો

ટોક્યો ઑલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચનાર નીરજ ચોપડા ગઈ કાલે ૨૦૦૮ બીજિંગ ઑલિમ્પિકમાં શૂટિંગમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર અભિનવ બિન્દ્રાને મળ્યો હતો. ઑલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર બિન્દ્રા પ્રથમ ભારતીય ખેલાડી છે. આ પ્રસંગે બિન્દ્રાએ નીરજને એક પપ્પી ગિફ્ટમાં આપ્યું હતું. આ પપ્પીનું નામ તેમણે નીરજની સિદ્ધિને બિરદાવતાં ટોક્યો રાખ્યું હતું. બિન્દ્રાએ આશા વ્યક્ત કરી હતી કે આ ટોક્યો પપ્પી નીરજને તેનું જોડીદાર પૅરિસ પપ્પી લાવવા મોટિવેટ કરશે.

sports news sports neeraj chopra