ચતુરંગનો જન્મ ભારતમાં અને ચેસ ઑલિમ્પિયાડની પ્રથમ ટૉર્ચ-રિલેનું ગૌરવ પણ આપણને : નરેન્દ્ર મોદી

20 June, 2022 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈમાં આ સ્પર્ધા ૨૮ જુલાઈથી રમાશે

તસવીર : પી.ટી.આઇ.

દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ગઈ કાલે ૪૪મી ચેસ ઑલિમ્પિયાડની સૌપ્રથમ મશાલ લૉન્ચ કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. ઑલિમ્પિક્સ જેવી ટૉર્ચ-રિલે ચેસની સ્પર્ધામાં પહેલી વાર યોજાઈ રહી છે અને આ પ્રસંગે ભારતના ચેસ ચૅમ્પિયન્સ વિશ્વનાથન આનંદ તથા કોનેરુ હમ્પી તેમ જ સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર તેમ જ ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેના પ્રમુખ આર્કેડી દ્વોર્કોવિચ પણ ઉપસ્થિત હતા. આર્કેડીના મતે મોદીના વડપણ હેઠળની ભારત સરકારના પ્રયાસોથી જ ચેસ ઑલિમ્પિયાડની ટૉર્ચ-રિલે શરૂ થઈ શકી છે અને એ માટે ફિડે સંસ્થા ભારતની આભારી છે. મોદી ગઈ કાલે પછીથી પ્રતીક તરીકે હમ્પી સાથે ચેસ રમ્યા હતા. ચેન્નઈમાં આ સ્પર્ધા ૨૮ જુલાઈથી રમાશે.

મોદીએ આ પ્રસંગે કહ્યું કે ‘સદીઓ પહેલાં ભારતમાં આપણા પૂર્વજોએ ચતુરંગ (શતરંજ)ના રૂપમાં ચેસની રમતને જન્મ આપ્યો હતો અને આજે ચેસ ઑલિમ્પિયાડની સૌપ્રથમ ટૉર્ચ-રિલેનું ગૌરવ પણ આપણને મળ્યું. ભારતની સ્કૂલોમાં આજે ચેસની રમતને શિક્ષણના માધ્યમ તરીકે અપનાવાઈ છે.’  

sports sports news narendra modi