નીરજ ચોપડા વર્લ્ડ ચૅમ્પિયનને પાછળ રાખી સિલ્વર જીત્યો

16 June, 2022 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિનલૅન્ડમાં ટોચના ઍથ્લીટોની હરીફાઈ વચ્ચે તેણે ભાલો ૮૯.૩૦ મીટર દૂર ફેંકીને પોતાનો જ નૅશનલ રેકૉર્ડ તોડ્યો હતો

નીરજ ચોપડા

ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલા ફેંકમાં ભારત વતી ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર ૨૪ વર્ષના નીરજ ચોપડાએ એ સિદ્ધિ પછી મંગળવારે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં સિલ્વર મેડલ જીત્યો છે. ફિનલૅન્ડમાં ટોચના ઍથ્લીટોની હરીફાઈ વચ્ચે તેણે ભાલો ૮૯.૩૦ મીટર દૂર ફેંકીને પોતાનો જ નૅશનલ રેકૉર્ડ તોડ્યો હતો અને તમામ હરીફોમાં બીજા નંબર પર રહ્યો હતો. આ પહેલાં તેનો ૮૮.૦૭ મીટરનો રાષ્ટ્રીય વિક્રમ હતો. તેણે ઑગસ્ટ ૨૦૨૧માં ઑલિમ્પિક ગેમ્સમાં ભાલો ૮૭.૫૮ મીટર દૂર ફેંકીને ગોલ્ડ જીતી લીધો હતો. મંગળવારે ફિનલૅન્ડમાં ફિનલૅન્ડનો ઑલિવર હેલૅન્ડર ૮૯.૮૩ મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો. વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન ગ્રેનાડાનો ઍન્ડરસન પીટર્સ ૮૬.૬૦ મીટરના થ્રો સાથે નીરજ ચોપડા પછી ત્રીજા સ્થાને રહી ગયો હતો. તેનો વર્લ્ડ રેકૉર્ડ ૯૩.૦૭ મીટરનો છે.

sports sports news neeraj chopra