સાઇના અને શ્રીકાંત ઑર્લિન્સ માસ્ટર્સની ક્વૉર્ટર ફાઇનલમાં

26 March, 2021 01:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં કિદામ્બી શ્રીકાંતે ભારતના જ અજય જયરામને ૨૧-૧૫, ૨૧-૧૦થી હરાવ્યો હતો

કિદામ્બી શ્રીકાંત

ઑર્લિન્સ માસ્ટર્સ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવામાં સાઇના નેહવાલને સફળતા મળી છે. ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં તેણે ૫૧ મિનિટ ચાલેલી મૅચમાં ફ્રાન્સની મૅરી બૅટોમનને ૧૮-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૦થી મહાત આપી હતી.

ભારતની ઇરા શર્માએ પણ બીજા રાઉન્ડમાં બલ્ગેરિયાની મારિયા મિત્સોવાને ૨૧-૧૮, ૨૧-૧૩થી માત્ર ૩૨ મિનિટમાં મહાત આપીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં કિદામ્બી શ્રીકાંતે ભારતના જ અજય જયરામને ૨૧-૧૫, ૨૧-૧૦થી હરાવ્યો હતો જેના બાદ ત્રીજા રાઉન્ડમાં મલેશિયાના ચીમ જુન વેઇને ૪૫ મિનિટમાં ૨૧-૧૭, ૨૨-૨૦થી મહાત આપી હતી.

sports sports news saina nehwal kidambi srikanth