નીરજ પડ્યા પછી ગોલ્ડ જીત્યો ને ફરી જીતવા દૃઢ

20 June, 2022 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીરજ ફિનલૅન્ડમાં શનિવારે ક્યૉરટેન ગેમ્સની હરીફાઈમાં એક પ્રયાસ દરમ્યાન પડી ગયો હતો

નીરજ ચોપડા

ભાલાફેંકમાં ભારતના ઑલિમ્પિક્સ ગોલ્ડ વિજેતા નીરજ ચોપડાએ કહ્યું છે કે ‘ખરાબ વાતાવરણ છતાં મેં રાબેતા મુજબ તાલીમ ચાલુ રાખી છે અને ૩૦ જૂને સ્ટૉકહોમમાં યોજાનારી સૌપ્રથમ ડાયમન્ડ લીગ કૉમ્પિટિશનમાં હું ગોલ્ડ મેડલ જીતવા મક્કમ છું.’ ગયા અઠવાડિયે એક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા ઉપરાંત પોતાનો જ નવો રાષ્ટ્રીય વિક્રમ રચનાર નીરજ ફિનલૅન્ડમાં શનિવારે ક્યૉરટેન ગેમ્સની હરીફાઈમાં એક પ્રયાસ દરમ્યાન પડી જવા છતાં પછીથી તે એ હરીફાઈમાં ૮૬.૬૯ મીટરના થ્રો સાથે સુવર્ણચંદ્રક જીત્યો હતો અને હવે ૩૦મીએ પણ ચૅમ્પિયન બનવા સંકલ્પિત છે.

sports sports news neeraj chopra