વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં ન્યુ યૉર્કમાં ભવ્ય ડ્રોન શો યોજાયો

19 July, 2026 10:09 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ પહેલાં ન્યુ યૉર્કમાં લિબર્ટી સ્ટેટ પાર્કથી લોઅર મૅનહટન સ્કાયલાઇનની ઉપર વર્લ્ડ કપની થીમ પર આધારિત ડ્રોન શો યોજાયો. આ શોમાં બન્ને દેશોનાં ધ્વજ અને પ્રતીકો તેમ જ વર્લ્ડ કપ 2026નાં બ્રૅન્ડિંગ દર્શાવવામાં આવ્યાં હતાં.

ફિફા વર્લ્ડ કપ ફાઇનલ

ન્યુ યૉર્કના લિબર્ટી સ્ટેટ પાર્ક ખાતે લોઅર મૅનહટન સ્કાયલાઇનની સામે ડ્રોન શોનો આ ભવ્ય નજારો જોવા મળ્યો હતો.

સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ પહેલાં ન્યુ યૉર્કમાં લિબર્ટી સ્ટેટ પાર્કથી લોઅર મૅનહટન સ્કાયલાઇનની ઉપર વર્લ્ડ કપની થીમ પર આધારિત ડ્રોન શો યોજવામાં આવ્યો હતો. આ શોમાં બન્ને દેશોનાં ધ્વજ અને પ્રતીકો તેમ જ વર્લ્ડ કપ 2026નાં બ્રૅન્ડિંગ દર્શાવવામાં આવ્યાં હતાં.

ટિકિટનો ભાવ કેટલો?

ન્યુ યૉર્કના મેટલાઇફ સ્ટેડિયમમાં આ ફાઇનલ મૅચ રમાવાની છે. આ મૅચ માટે સ્ટેડિયમની ટિકિટ ૬.૬૮ લાખ રૂપિયાથી શરૂ થતી હતી. ફાઇનલ મૅચના સાક્ષી બનવા માટે લોકોએ ટિકિટ માટે સરેરાશ ૧૦.૯૦ લાખ રૂપિયા ખરર્ચા છે.

કૅનેડાનાં જંગલોની આગના ધુમાડાએ ચિંતા ઊભી કરી

ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ પહેલાં અમેરિકાના પાડોશી દેશ કૅનેડાનાં જંગલોમાં લાગેલી આગના ધુમાડાઓએ વાયુપ્રદૂષણ વિશે ચિંતા ઊભી કરી છે. નબળા AQI સ્તરને કારણે ઘણાં અમેરિકન રાજ્યોમાં પણ ચેતવણીઓ આપવામાં આવી છે. ન્યુ યૉર્કમાં તો અધિકારીઓને લોકોએ ઘરની અંદર રહેવા સુરક્ષિત રહેવાની સલાહ આપી છે.

ડોનલ્ડ ટ્રમ્પ વિજેતાનાને ટ્રોફી આપશે

સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ મૅચ જોવા માટે સ્ટેડિયમમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ હાજર રહેશે. વાઇટ હાઉસ તરફથી પુષ્ટિ મળી છે કે ‘ડોનલ્ડ ટ્રમ્પ ફાઇનલ મૅચ પૂર્વે ટ્રમ્પ ટાવરમાં ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશનના અધિકારીઓ સાથે વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે અને પછી સ્ટેડિયમમાં પહોંચી મૅચનો આનંદ માણશે. તેમના હાથે જ વિશ્વવિજેતા ટીમના કૅપ્ટનને પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફી એનાયત કરવામાં આવશે.’

અંધશ્રદ્ધાને કારણે આર્જેન્ટિનાના પ્રેસિડન્ટ વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી નહીં આપે

આર્જેન્ટિનાના પ્રેસિડન્ટ હૅવીએર મીલે અંધશ્રદ્ધાને કારણે સ્પેન સામે રમાનારી વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં હાજરી આપશે નહીં. આર્જેન્ટિનાના પ્રેસિડન્ટ જ્યારે પણ મૅચ જોવા આવે છે ત્યારે ટીમ હારી જાય છે એવી જૂની લોકવાયકાના કારણે તે આ નિર્ણય પર અડગ છે. તે પોતાનું લકી જૅકેટ પહેરીને પ્રેસિડન્ટના નિવાસસ્થાનેથી ટીવી પર મૅચ નિહાળશે.  

fifa world cup lionel messi world cup argentina spain sports football sports news