ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા આ તારીખે આવશે અમદાવાદ, ફિટનેસ સહિતના મુદ્દાઓ પર કરશે વાત

01 December, 2021 07:04 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરી ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી નીરજ ચોપરા આગામી દિવસમાં ગુજરાત આવી રહ્યાં છે.

નીરજ ચોપરા

ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડન મેડલ વિજેતા નીરજ ચોપરા 4 ડિસેમ્બરે અમદાવાદની સંસ્કારધામ શાળાની મુલાકાત લેવા આવશે. આ સાથે જ તે સંતુલિત આહાર, ફિટનેસ અને રમતગમત વિશે જાગૃતિ ફેલાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશનનો પ્રારંભ કરશે.

મોદીએ 16 ઓગસ્ટના રોજ તેમના નિવાસસ્થાને ટોક્યો ઓલમ્પિયન સાથે મુલાકાત દરમિયાન ભારતીય ઓલમ્પિયન અને પેરાલમ્પિયનને અપીલ કરી હતી કે દરેક ઓલમ્પિયન 2023માં સ્વતંત્રતા દિવસ પહેલા 75 શાળાઓનું પ્રવાસ કરી કુપોષણ વિરુદ્ધ જાગરૂકતા ફેલાવે અને શાળાના બાળકો સાથે રમે.

બુધવારે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બરછી ફેંકનાર ચોપરા પીએમ મોદીના મિશનનો પ્રારંભ કરશે. તેમણે ટ્વિટમાં લખ્યું કે વડાપ્રધાન મોદીજીએ અમારા ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયનોને શાળાઓની મુલાકાત લેવા અને સંતુલિત આહાર, ફિટનેસ, રમતગમત અને અન્ય મહત્વના મુદ્દાઓ પર વાત કરવા અપીલ કરી છે. 

sports news neeraj chopra ahmedabad