નીરજ ચોપરાના કોચને હટાવાયા; AFI પ્રમુખે કહ્યું - કામગીરીથી ખુશ નથી

14 September, 2021 12:55 PM IST  |  Jaipur | Gujarati Mid-day Online Correspondent

ભૂતપૂર્વ વર્લ્ડ રેકોર્ડ ધારક 59 વર્ષીય જર્મનનો કરાર ટોક્યો ઓલિમ્પિકના અંત સુધી માન્ય હતો. “અમે વધુ બે કોચ લાવી રહ્યા છીએ અને અમે ઉવે હોન બદલી રહ્યા છીએ કારણ કે અમે તેના પ્રદર્શનથી ખુશ નથી.

નીરજ ચોપરા. ફાઇલ ફોટો/પીટીઆઈ

એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એએફઆઇ)એ રાષ્ટ્રીય મુખ્ય જેવલીન કોચ ઉવે હોન સાથેના જોડાણને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તે તેના પ્રદર્શનથી “ખુશ નથી” અને ટૂંક સમયમાં બે નવા વિદેશી કોચની ભરતી કરાશે.

ભૂતપૂર્વ વર્લ્ડ રેકોર્ડ ધારક 59 વર્ષીય જર્મનનો કરાર ટોક્યો ઓલિમ્પિકના અંત સુધી માન્ય હતો. “અમે વધુ બે કોચ લાવી રહ્યા છીએ અને અમે ઉવે હોન બદલી રહ્યા છીએ કારણ કે અમે તેના પ્રદર્શનથી ખુશ નથી. અમે તૂર (શોટ પુટર તાજિન્દરપાલ સિંહ તૂર) માટે વિદેશી કોચ શોધી રહ્યા છીએ.” એમ એએફઆઈના પ્રમુખ આદિલે સુમરીવાલાએ કહ્યું હતું.

સુમરીવાલા ફેડરેશનની બે દિવસીય એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકના અંતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોલી રહ્યા હતા, જેમાં એએફઆઈ પ્લાનિંગ કમિટીના ચેરમેન લલિત કે ભનોટ અને ઉપાધ્યક્ષ અંજુ બોબી જ્યોર્જ પણ હાજર હતા. શિવપાલ સિંહ, અન્નુ રાની ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા અને બે અન્ય ટોક્યો ઓલિમ્પિયન્સને તાલીમ આપવા માટે નવેમ્બર 2017માં હોનને એક વર્ષ માટે મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

2 દિવસની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં કોચ અને ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા કર્યા બાદ એએફઆઈના પ્રમુખ આદિલ સુમરીવાલાએ કહ્યું કે ઉવેને દૂર કરવામાં આવશે. જોકે, ટોક્યો ઓલિમ્પિકમાં નીરજને કોચિંગ આપનાર જર્મનીના બાયોમેકનિકલ એક્સપર્ટ કલોસ બાર્ટોનિજ તેમના પદ પર ચાલુ રહેશે.

દરમિયાન નીરજે ટોક્યો ઓલિમ્પિક્સ પહેલા કલોસ સાથે તાલીમ લીધી હતી, પરંતુ તે બે મોટા મેડલ કોચિંગનો શ્રેય ઉવેને આપે છે. ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા બાદ નીરજે કહ્યું હતું કે “મેં કોચ ઉવે સાથે જે સમય વિતાવ્યો હતો, હું માનું છું કે તે સારો હતો અને હું તેમનો આદર કરું છું. 2018 માં મેં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. મને લાગે છે કે ઉવેની તાલીમ શૈલી અને તકનીક થોડી અલગ હતી. પાછળથી, જ્યારે મેં ક્લાસ સાથે તાલીમ લીધી, ત્યારે મને લાગ્યું કે તેની તાલીમ યોજના મને અનુકૂળ છે.”

ઓલિમ્પિક્સ પહેલા જૂનમાં, ઉવેએ Sai અને AFI વિશે કહ્યું હતું કે આ લોકો સાથે કામ કરવું મુશ્કેલ હતું અને ઓલિમ્પિકની તૈયારીઓની ટીકા કરી હતી. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ઉવેએ કહ્યું હતું કે મેં વિચાર્યું કે હું કેટલીક વસ્તુઓ બદલી શકું છું, પરંતુ Sai અથવા AFIમાં આ લોકો સાથે એ ખૂબ જ મુશ્કેલ છે.”

ઉલ્લેખનીય છે કે તેણે તેના કરાર પર કથિત રીતે પાછા ફરવા માટે અધિકારીઓને દોષી ઠેરવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે Sai અને AFI એ કરાર સ્વીકારવા માટે તેમને "બ્લેકમેલ" કર્યા હતા. જોકે, બંને સંસ્થાઓએ આ આરોપને રદિયો આપ્યો હતો.

sports news neeraj chopra athletics tokyo olympics 2020