અમદાવાદમાં આજે કબડ્ડી અને ભાવનગરમાં નેટબૉલની હરીફાઈ

26 September, 2022 02:48 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બન્ને સ્થળે ગઈ કાલે સ્પર્ધક ટીમોના ખેલાડીઓએ કલાકો સુધી પ્રૅક્ટિસ કરી હતી

અમદાવાદમાં આજે કબડ્ડી અને ભાવનગરમાં નેટબૉલની હરીફાઈ

નૅશનલ ગેમ્સની વિધિવત્ શરૂઆત ૨૯ સપ્ટેમ્બરે થશે, પરંતુ એમાં રોમાંચક હરીફાઈઓનો આરંભ થઈ ચૂક્યો છે અને આજે એમાં અમદાવાદમાં કબડ્ડીના તથા ભાવનગરમાં નેટબૉલના મુકાબલા છે. બન્ને સ્થળે ગઈ કાલે સ્પર્ધક ટીમોના ખેલાડીઓએ કલાકો સુધી પ્રૅક્ટિસ કરી હતી. ટેબલ ટેનિસની હરીફાઈઓ યોજાઈ ચૂકી છે. બેંગાલ ચાર ગોલ્ડ સહિત કુલ આઠ મેડલ સાથે મોખરે છે, જ્યારે ગુજરાત ત્રણ ગોલ્ડ, ત્રણ બ્રૉન્ઝ સહિત કુલ છ ચંદ્રક સાથે બીજા સ્થાને છે. મહારાષ્ટ્રના ફાળે એક સિલ્વર અને ચાર બ્રૉન્ઝ, તેલંગણના ફાળે બે સિલ્વર અને એક બ્રૉન્ઝ, દિલ્હીના ફાળે એક સિલ્વર અને એક બ્રૉન્ઝ છે.

sports news sports ahmedabad kabaddi news