ફ્રેન્ચ લીગમાં પીએસજી વતી મેસીનો પ્રથમ ગોલ

22 November, 2021 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેસીનો આ પ્રખ્યાત લેફ્ટ-ફુટેડ શૉટ હતો. મેસી થોડાં અઠવાડિયાં પહેલાં બાર્સેલોના ટીમમાંથી પીએસજીમાં જોડાયો હતો. તે આ ટીમ વતી ચૅમ્પિયન્સ લીગમાં ત્રણ ગોલ કરી ચૂક્યો છે.

ફ્રેન્ચ લીગમાં પીએસજી વતી મેસીનો પ્રથમ ગોલ

પૅરિસ ઃ આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીએ પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમમાં જોડાયા પછી ફ્રેન્ચ લીગમાં પ્રથમ ગોલ નોંધાવ્યો છે. બીજી બાજુ, આ જ ટીમના ખેલાડી કાઇલન ઍમ્બપ્પેએ પોતાનો ફાસ્ટેસ્ટ ગોલ નોંધાવ્યો હતો. તેમના સહિયારા પર્ફોર્મન્સને કારણે પીએસજીએ નૅન્ટીસ ટીમને ૩-૧થી પરાજિત કરી હતી. મેસીએ ૮૭મી મિનિટે ઍમ્બપ્પેના સુંદર પાસની મદદથી બૉક્સની નજીક જઈ ડ્રિબલથી હરીફ ડિફેન્ડરને થાપ આપીને ગોલ કરી દીધો હતો. મેસીનો આ પ્રખ્યાત લેફ્ટ-ફુટેડ શૉટ હતો. મેસી થોડાં અઠવાડિયાં પહેલાં બાર્સેલોના ટીમમાંથી પીએસજીમાં જોડાયો હતો. તે આ ટીમ વતી ચૅમ્પિયન્સ લીગમાં ત્રણ ગોલ કરી ચૂક્યો છે.

sports news sports football