25 August, 2026 02:45 PM IST | Amstelveen | Gujarati Mid-day Correspondent
આર્જેન્ટિના સામે મળેલી કારમી હાર સાથે મેન્સ હૉકી ટીમ પણ વર્લ્ડ કપમાંથી આઉટ
મેન્સ હૉકી વર્લ્ડ કપના બીજા રાઉન્ડની મૅચમાં આર્જેન્ટિના સામે ૩-૫થી હાર્યા બાદ ભારતીય મેન્સ હૉકી ટીમ સેમી-ફાઇનલની દોડમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. સેમી-ફાઇનલની દોડમાં ટકી રહેવા માટે ભારતને ઓછામાં ઓછા બે ગોલના માર્જિનથી જીતવાની જરૂર હતી પરંતુ ટીમ ક્યારેય મૅચ દરમ્યાન મજબૂત સ્થિતિમાં દેખાઈ નહોતી.
આર્જેન્ટિના તરફથી પહેલી, છઠ્ઠી, ૩૩, ૪૫ અને ૫૩મી મિનિટે ગોલ જોવા મળ્યા હતા. ભારત માટે સુખજિત સિંહે ૩૪મી અને ૫૮મી મિનિટમાં ફીલ્ડ ગોલ કર્યો. મૅચના અંતની ૩૬ મિનિટ પહેલાં હાર્દિક સિંહે ગોલ કરીને હારના અંતરને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો.