ફૅશન-લવર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ

10 August, 2022 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બર્મિંગહૅમમાં કૉમનવેલ્થની ગોલ્ડ મેડલ મૅચ દરમ્યાન એની ઝલક જોવા મળી હતી

મીરાબાઈ ચાનુ

મહિલા વેઇટલિફ્ટરો કુંજરાની દેવી અને કર્નમ મલ્લેશ્વરીની જેમ મીરાબાઈ ચાનુના નામથી પણ ભારતના કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓ અજાણ નથી. ગયા વર્ષે ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ અને ગયા અઠવાડિયે કૉમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનારી આ વેઇટલિફ્ટર છે તો ઘણી સિમ્પલ ઍથ્લીટ, પરંતુ ઘણાને ખબર નહીં હોય કે અન્ય છોકરીઓની જેમ તે પણ ફૅશનેબલ છે.

બર્મિંગહૅમમાં કૉમનવેલ્થની ગોલ્ડ મેડલ મૅચ દરમ્યાન એની ઝલક જોવા મળી હતી. તેના ચાહકોને જાણીને નવાઈ લાગશે કે તે હંમેશાં ટીમની સત્તાવાર કિટ જેવો જ રંગ નખ પર પૉલિશ કરતી હોય છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ આવું જોવા મળ્યું હતું. તેણે ટીમની કિટ જેવો સ્કાયબ્લુ કલર નખ પર રંગી દીધો હતો. એટલું જ નહીં, તે પોતાના વાળમાં તિરંગા જેવું હેરબૅન્ડ પહેરતી હોય છે. તેના એરિંગ્સ ઑલિમ્પિક્સની રિંગ જેવા હોય છે. આવું કરવા પાછળનો તેનો હેતુ હંમેશાં ૧૦૦ ટકા ક્ષમતાથી પર્ફોર્મ કરવાની આપમેળે પ્રેરણા મેળવવાનો હોય છે.

sports news sports fashion