પ્રીમિયર લીગમાં લિવરપુલ હવે સિટીની બરાબરીમાં : ટાઇટલ માટે તીવ્ર રસાકસી

12 May, 2022 12:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જોકે સિટીની લિવરપુલથી એક ઓછી એટલે કે હજી ૩૫ મૅચ થઈ છે એટલે ટ્રોફી જીતવાનો વધુ ચાન્સ સિટીને છે

ફ્લાઇંગ કિક મંગળવારે બર્મિંગહૅમમાં ઍસ્ટન વિલા સામેની મૅચ દરમ્યાન બૉલ પર કબજો કરવાની હરીફાઈમાં ઍસ્ટન વિલાના જૉન મૅકગિન (ડાબે)ને પડકાર આપી રહેલો લિવરપુલનો સૅડ્યો મેને (વચ્ચે, સફેદ જર્સીમાં). વિલા વતી ડગ્લસ લુઇસે ત્રીજી મિનિટમાં ગોલ કર્યા પછી લિવરપુલ વતી પાંચમી મિનિટમાં જોએલ મૅટિપના ગોલથી ૧-૧ની બરાબરી થયા બાદ સૅડ્યોએ ૬૫મી મિનિટમાં વિનિંગ ગોલ કર્યો હતો. (તસવીર : એ. પી.)

ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફુટબૉલ સ્પર્ધામાં ૨૦માંથી દરેક ટીમે કુલ ૩૮ મૅચ રમવાની હોય છે અને અત્યારે અંતિમ તબક્કો ચાલે છે જેમાં મંગળવારે ૩૬મી મૅચ રમનાર લિવરપુલની ટીમ ઍસ્ટન વિલાને ૨-૧થી હરાવીને મોખરાની ટીમ મૅન્ચેસ્ટર સિટી જેટલા ૮૬ પૉઇન્ટના આંક પર પહોંચી ગઈ હતી. હવે સિટી ૮૬ પૉઇન્ટ સાથે નંબર-વન અને લિવરપુલ પણ ૮૬ પૉઇન્ટ સાથે નંબર-ટૂ હોવાથી ટાઇટલ માટેની રેસમાં વધુ રસાકસી થઈ રહી છે. જોકે સિટીની લિવરપુલથી એક ઓછી એટલે કે હજી ૩૫ મૅચ થઈ છે એટલે ટ્રોફી જીતવાનો વધુ ચાન્સ સિટીને છે. લિવરપુલ છેલ્લે ૨૦૨૦માં અને મૅન્ચેસ્ટર સિટી ૨૦૨૧માં ટ્રોફી જીતી હતી. સિટીને સતત બીજી વાર ચૅમ્પિયન બનવાની તક છે.ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફુટબૉલ સ્પર્ધામાં ૨૦માંથી દરેક ટીમે કુલ ૩૮ મૅચ રમવાની હોય છે અને અત્યારે અંતિમ તબક્કો ચાલે છે જેમાં મંગળવારે ૩૬મી મૅચ રમનાર લિવરપુલની ટીમ ઍસ્ટન વિલાને ૨-૧થી હરાવીને મોખરાની ટીમ મૅન્ચેસ્ટર સિટી જેટલા ૮૬ પૉઇન્ટના આંક પર પહોંચી ગઈ હતી. હવે સિટી ૮૬ પૉઇન્ટ સાથે નંબર-વન અને લિવરપુલ પણ ૮૬ પૉઇન્ટ સાથે નંબર-ટૂ હોવાથી ટાઇટલ માટેની રેસમાં વધુ રસાકસી થઈ રહી છે. જોકે સિટીની લિવરપુલથી એક ઓછી એટલે કે હજી ૩૫ મૅચ થઈ છે એટલે ટ્રોફી જીતવાનો વધુ ચાન્સ સિટીને છે. લિવરપુલ છેલ્લે ૨૦૨૦માં અને મૅન્ચેસ્ટર સિટી ૨૦૨૧માં ટ્રોફી જીતી હતી. સિટીને સતત બીજી વાર ચૅમ્પિયન બનવાની તક છે.

489
મૅન્ચેસ્ટર સિટીએ બોરુશિયા ડોર્ટમન્ડ પાસેથી નૉર્વેના ફુટબૉલર એરલિન્ગ હાલૅન્ડને આટલા કરોડ રૂપિયામાં ખરીદવા માટેનો કરાર કર્યો છે.

sports sports news football