પપ્પાના અવસાન પછી લીઅનલ મેસીએ પહેલો ગોલ કરીને આકાશ તરફ ઇશારો કર્યો

21 August, 2026 01:44 PM IST  |  Philadelphia | Gujarati Mid-day Correspondent

અમેરિકાની મેજર લીગ સૉકર (MLS)માં ગઈ કાલે ઇન્ટર માયામી અને ફિલાડેલ્ફિયા યુનિયન વચ્ચેની મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી. આર્જેન્ટિનાના સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસીએ ૨૬મી મિનિટે ગોલ કરીને એક ઇમોશનલ સેલિબ્રેશન કર્યું હતું. 

પપ્પાના અવસાન પછી લીઅનલ મેસીએ પહેલો ગોલ કરીને આકાશ તરફ ઇશારો કર્યો

અમેરિકાની મેજર લીગ સૉકર (MLS)માં ગઈ કાલે ઇન્ટર માયામી અને ફિલાડેલ્ફિયા યુનિયન વચ્ચેની મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી. આર્જેન્ટિનાના સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસીએ ૨૬મી મિનિટે ગોલ કરીને એક ઇમોશનલ સેલિબ્રેશન કર્યું હતું. 
૮ ઑગસ્ટે પપ્પાના અવસાન પછી મેસીનો આ પહેલો ગોલ હતો. ટીમ માટે મૅચનો આ પહેલો ગોલ કર્યા બાદ મેસીએ આકાશ તરફ ઇશારો કરીને ગોલ દિવંગત પપ્પાને સમર્પિત કર્યો હતો. પપ્પાના અવસાન બાદ મેસી ૧૩ ઑગસ્ટ અને ૧૬ ઑગસ્ટે પણ ઇન્ટર માયામી માટે ફુટબૉલ મૅચ રમ્યો હતો. 

football lionel messi sports news sports united states of america philadelphia