Sports Update : મિસ વર્લ્ડ 2026માં આર્જેન્ટિનાની સુંદરીએ લીઅનલ મેસીને સમર્પિત ડ્રેસથી ધ્યાન ખેંચ્યું

07 September, 2026 11:16 AM IST  |  Hanoi | Gujarati Mid-day Correspondent

આંતરરાષ્ટ્રીય ફુટબૉલમાંથી નિવૃત્તિ લીધા બાદ લીઅનલ મેસીએ ઇન્ટર માયામી તરફથી પ્રથમ મૅચ રમી અને ઍટલાન્ટા યુનાઇટેડ સામે બે ગોલ અસિસ્ટ કર્યા. મૅચ ૨-૨થી ડ્રૉ રહી.

મિસ વર્લ્ડ 2026

વિયેતનામમાં આયોજિત મિસ વર્લ્ડ 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાની સ્પર્ધકે સૌનું ધ્યાન ખેચ્યું હતું. અમેરિકા અને કૅરિબિયન પ્રસ્તુતિ દરમ્યાન સ્ટેજ પર તે ફુટબૉલર લીઅનલ મેસીની થીમવાળો ડ્રેસ પહેરીને આવી હતી. 

રિટાયરમેન્ટ પછી પહેલી વખત મેદાન પર દેખાયો મેસી

૩૦ ઑગસ્ટે ઇન્ટરનૅશનલ ફુટબૉલમાંથી નિવૃત્તિ લીધા પછી ગઈ કાલે લીઅનલ મેસી પહેલી વખત મેદાન પર જોવા મળ્યો હતો. ક્લબ ટીમ ઇન્ટર માયામીની ઍટલાન્ટા યુનાઇટેડ સામેની મૅચમાં તેણે બે ગોલ અસિસ્ટ કર્યા હતા. મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી. 

ગાર્ડન સે રિપોર્ટિંગ લાઇવ જર્સી નંબર ફોર્ટીફાઇવ

રોહિત શર્માનો રિયલિટી શૉ ‘ફૅમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’ ૧૯ સપ્ટેમ્બરથી ઑન-ઍર થવાનો છે. હાલમાં સોની ટીવી પર આ શોના રસપ્રદ પ્રોમો વાઇરલ થઈ રહ્યા છે. 
આ પ્રોમો-વિડિયોમાં રોહિત શર્મા ગાર્ડન સે રિપોર્ટિંગ લાઇવ, જર્સી નંબર ફોર્ટીફાઇવ અને બેબી કો બેઝ પસંદ ઔર રોહિત કો પેસ પસંદ હૈ જેવા ડાયલૉગ કહેતો જોવા મળે છે. રોહિત શર્માએ આ શોના શૂટિંગ દરમ્યાનના કેટલાક ફોટો પણ શૅર કર્યા હતા. 

ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીતનાર પહેલા ભારતીય બન્યા સાત્વિક-ચિરાગ

ભારતીય શટલરો સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ તેમનો પ્રથમ ચાઇના માસ્ટર્સ સુપર 750નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. સાત્વિક અને ચિરાગ ૨૦૦૫માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય પણ બન્યા છે.
ગઈ કાલે મેન્સ ડબલ્સ બૅડ્‍‍મિન્ટન ફાઇનલમાં પહેલી ગેમ ગુમાવ્યા બાદ ભારતીય જોડીએ યજમાન ચીનની હરીફ જોડી સામે ૧૧-૨૧, ૨૧-૧૩, ૨૧-૧૭થી જીત નોંધાવી હતી. અગાઉ તેઓ આ ટુર્નામેન્ટમાં ૨૦૨૩ અને ૨૦૨૫માં રનરઅપ રહ્યા હતા. 

જુનિયર હૉકી એશિયા કપમાં ભારતીય વિમેન્સ ટીમે મલેશિયા સામે ૧૧-૧થી શાનદાર જીત મેળવી

મેન્સ ટીમની જપાન સામેની મૅચ ૩-૩થી ડ્રૉ રહી

ચીનમાં આયોજિત જુનિયર હૉકી એશિયા કપ 2026માં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે અજેય અભિયાન ચાલુ રાખ્યું છે. ગઈ કાલે ભારતની વિમેન્સ ટીમે મલેશિયા સામે ૧૧-૧થી શાનદાર જીત નોંધાવી હતી. ભારતીય મેન્સ ટીમની જપાન સામેની મૅચ ૩-૩થી ડ્રૉ રહી હતી. 
આજે એક દિવસના વિરામ પછી આગામી બે દિવસ ભારતની બન્ને ટીમો આગળના રાઉન્ડમાં પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવશે. ૮ અને ૯ સપ્ટેમ્બરે ભારતની મેન્સ ટીમ અનુક્રમે સાઉથ કોરિયા અને ચાઇનીઝ તાઇપેઇ સામે ટકરાશે, જ્યારે વિમેન્સ ટીમ જપાન અને યજમાન ચીનનો સામનો કરશે. 

lionel messi miss world vietnam miami atlanta football sports news sports