લીઅનલ મેસી ટૂરના પ્રમોટર સતાદ્રુ દત્તાએ TMC પર ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કરવાની તૈયારી કરી

08 May, 2026 04:11 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ભારતમાં ફુટબૉલર લીઅનલ મેસીની 2025 ઇન્ડિયા GOAT ટૂરના પ્રમોટર સતાદ્રુ દત્તાએ કલકત્તામાં બનેલી અરાજક ઘટનાના મહિનાઓ પછી પોતાનું મૌન તોડ્યું છે.

લીઅનલ મેસી ટૂરના પ્રમોટર સતાદ્રુ દત્તાએ TMC પર ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કરવાની તૈયારી કરી

ભારતમાં ફુટબૉલર લીઅનલ મેસીની 2025 ઇન્ડિયા GOAT ટૂરના પ્રમોટર સતાદ્રુ દત્તાએ કલકત્તામાં બનેલી અરાજક ઘટનાના મહિનાઓ પછી પોતાનું મૌન તોડ્યું છે. તેણે તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) પર તેની બદનક્ષી કરવાનો આરોપ લગાવ્યો છે અને ૧૦૦ કરોડ રૂપિયાના નુકસાનની માગણી કરીને કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો સંકલ્પ લીધો છે. પશ્ચિમ બંગાળમાં TMCની હાર બાદ તેણે આગામી સમયમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન વધુ ખુલાસા કરવાનો સંકેત આપ્યો છે.

સૉલ્ટ લેક સ્ટેડિયમમાં થયેલા વિક્ષેપો બાદ એક મહિનાથી વધુ સમય માટે અટકાયતમાં રહેલા સતાદ્રુ દત્તાનો દાવો છે કે તેની પ્રતિષ્ઠા અને વ્યવસાયને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘કલકત્તાની ઇવેન્ટમાં થયેલી અફરાતફરીથી મારી ત્રણ વર્ષની મહેનત પાણીમાં ગઈ. આ મૅનેજમેન્ટની ભૂલ નહોતી, પડદા પાછળનાં અન્ય પરિબળોએ આ દુર્ઘટના પાછળ ભાગ ભજવ્યો. હું અંત સુધી લડીશ અને જો જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈશ.’

lionel messi west bengal kolkata trinamool congress football sports news