રોનાલ્ડો અને મેસ્સી મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી પામ્યા

18 August, 2019 08:35 AM IST  |  Mumbai

રોનાલ્ડો અને મેસ્સી મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી પામ્યા

રોનાલ્ડો, મેસ્સી અને સાલાહ (PC : Goal)

Mumbai : ફુટબોલ જગતના દિગ્ગજ ગણાતા એવા પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને આર્જેન્ટીનાના લિયોનલ મેસ્સી યુએફએ મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે નામ શોર્ટ લિસ્ટ કરાયા છે. તો આ લિસ્ટમાં અન્ય એક દિગ્ગજ નેધરલેન્ડના વર્જિક વાન ડિકઅને ઇજિપ્તના દિગ્ગજ ફુટબોલર મોહમ્મદ સાલાહનું નામ પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે. યૂરોપિયન ફૂટબોલ સંઘે આ નામની  જાહેરાત કરી હતી. 29 ઓગસ્ટના રોજ આ એવોર્જની જાહેરાત મોનાકોના ચેમ્પિયન્સ લીગના ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન કરવામાં આવશે.


મહિલા ખેલાડીઓમાં લુસી બ્રોન્ઝના નામની પસંદગી કરાઇ
તો બીજી તરફ મહિલા ફુટબોલ ખેલાડીઓમાં પ્લેયર ઓફ ધ યર માટે નોર્વેની એડા હેગરબર્ગ, ઇંગ્લેન્ડના લુસી બ્રોન્ઝઅને ફ્રાન્સની અમેન્ડિન હેનરીને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ત્રણેય મહિલા ફુટબોલર લયોન ક્લબ માટે રમે છે.


મેસ્સી આ એવોર્ડ જીતનાર પહેલો ખેલાડી હતો
આર્જેન્ટીનાના દિગ્ગજ ફુટબોલર લિયોનલ મેસ્સી આ એવોર્ડને જીતનાર પ્રથમ ખેલાડી છે. તેને 2011માં આ એવોર્ડ મળ્યો હતો. રોનાલ્ડોએ 2014, 2016 અને 2017માં આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. ગયા વર્ષે ક્રોએશિયાના કપ્તાન લુકા મૌડ્રિચે આ એવોર્ડ જીત્યો હતો. તેની ટીમ વર્લ્ડકપની ફાઇનલમાં ફ્રાન્સ સામે હારી હતી.


આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

વાન ડિક ગત વર્ષે ચેમ્પિયન્સ લીગ જીતનાર લિવરપુલ ટીમનો સભ્ય હતો
નેધરલેન્ડના દિગ્ગજ ફુટબોલર વાન ડિક ગત સીઝનની ચેમ્પિયન્સ લીગની વિજેતા લિવરપૂલની ટીમમાં શામેલ હતો. તો લિવરપૂલના એલિસન બેકર, સદિયો માને અને મોહમ્મદ સલાહ, રિયલ મેડ્રિડના એડન હેઝાર્ડ, યુવેન્ટ્સના મૈથિસ ડી લિટ, બાર્સેલોનાના ફ્રેકી ડી જોગ અને માન્ચેસ્ટરના રહીમ સ્ટર્લિંગ પણ આ એવોર્ડની રેસમાં છે.

football lionel messi cristiano ronaldo Mohamed Salah