ફુટબોલર મેસ્સી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, હવે આર્જેન્ટીના માટે નહીં રમે

04 August, 2019 04:35 PM IST  |  Mumbai

ફુટબોલર મેસ્સી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, હવે આર્જેન્ટીના માટે નહીં રમે

લિયોનેલ મેસ્સી (File Photo)

Mumbai : ફુટબોલ સ્ટાર અને દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીના ચાહકોને નિરાશ કરે તેવા સમાચાર આવી રહ્યા છે. લિયોનેલ મેસ્સી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફુટબોલની સંસ્થા CONMEBOL એ આ પ્રતિબંધ મુક્યો છે.

હાલમાં જ પુરી થયેલ કોપા અમેરિકા કપ સમયે લિયોનેલ મેસ્સી પર ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ CONMEBOL એ લગાવ્યો હતો અને તેને પગલે તેને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો. દક્ષિણ અમેરિકી ફુટબોલ નિયંત્રણ સંસ્થાએ આ સાથે શુક્રવારે મેસ્સી પર 50 હજાર અમેરિકન ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. આ દંડ તેના પર આર્જેન્ટીનાની ચિલી પર 2-1થી જીત બાદ કરવામાં આવેલી ટિપ્પણીને કારણે ફટકારવામાં આવ્યો છે.

મેસ્સી અને આર્જેન્ટીનાએ આ નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી
આર્જેન્ટીના ફુટબોલ અને લિયોનેલ મેસ્સીએ આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકે છે. આ પ્રતિબંધને કારણે મેસ્સી આ વર્ષે ચાર મૈત્રી મુકાબલો રમી શકશે નહીં.
32 વર્ષીય મેસી આર્જેન્ટીનાનો સપ્ટેમ્બર અને મેક્સિકો વિરુદ્ધ રમાનારી મેચ અને ઓક્ટોબરમાં જર્મની અને એક અન્ય ટીમ જેની પસંદગી હજુ બાકી છે જેની વિરુદ્ધ રમી શકશે નહીં. મેસ્સી અને આર્જેન્ટીના ફુટબોલ સંઘ બંન્ને તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. મેસ્સી ચિલી સામે રમાયેલા મુકાબલામાં મળેલા રેડ કાર્ડને કારણે માર્ચમાં સાઉથ અમેરિકી વર્લ્ડ કપ ક્વોલિફાયર્સના પ્રથમ મુકાબલામાં રમી શક્યો નહતો.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

મેસ્સી પર આ પ્રકારનો બીજીવાર આરોપ લાગ્યો
મેસ્સીને પોતાના કરિયરમાં માત્ર બીજીવાર આ પ્રકારનો સામનો કરવો પડ્યો છે. ચિલી વિરુદ્ધ મુકાબલામાં તેણે મિડફીલ્ડર ગૈરી મેડલની સાથે ઝગડવા બાદ મેદાનથી બહાર મોકલવામાં આવ્યો હતો. મેસીએ વિરોધ સ્વરૂપ મેડલ સેરેમનીમાં ભાગ લીધો નહતો. તેણે કહ્યું હતું
, આ ભ્રષ્ટાચારનો ભાગ લેવા ઈચ્છતો નથી. તેણે કહ્યું કે, ટૂર્નામેન્ટમાં યજમાન બ્રાઝીલનું જીતવું નક્કી હતું. મેસીએ પહેલા જ કોપા અમેરિકાના રેફરીંગ વિરુદ્ધ અપીલ કરી રાખી હતી. તેણે બ્રાઝીલ વિરુદ્ધ આર્જેન્ટીનાનો સેમિફાઇનલમાં 0-2થી થયેલા પરાજય બાદ આમ કર્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તેને પોતાની ટિપ્પણી પર સસ્પેન્ડ થવાનો ડર નથી, તો તેણે કહ્યું- સત્ય કહેવું જોઈએ. મેસીએ બાદમાં CONMEBOL પાસે પોતાની ટિપ્પણી માટે માફી માગી હતી.

football lionel messi sports news