બ્રાઝિલના અશ્વેત ખેલાડી સામેની હેટ સ્પીચ નહીં ચલાવી લેવાય : સત્તાધીશો

20 September, 2022 12:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રિયલ મૅડ્રિડે આ મૅચ ૨-૦થી જીતી લીધી હતી

વિનિયસ જુનિયર

સ્પેનની લા લીગા લીગમાં રવિવારે રિયલ મૅડ્રિડનો બ્રાઝિલિયન અશ્વેત ખેલાડી વિનિયસ જુનિયર મેદાન પર આવ્યો કે તરત હરીફ ટીમ ઍટ્લેટિકો મૅડ્રિડ તરફી પ્રેક્ષકોના એક જૂથે રંગભેદલક્ષી ગીતો ગાઈને વાતાવરણ તંગ કરી નાખ્યું હતું. રિયલ મૅડ્રિડે આ મૅચ ૨-૦થી જીતી લીધી હતી. તાજેતરની એક મૅચ દરમ્યાન વિનિયસે એક ગોલ કર્યા પછી નાચીને જે સેલિબ્રેશન કર્યું એના પર સ્પેનમાં કેટલાક ફુટબૉલ નિષ્ણાતોએ વિનિયસ વિશે અસભ્ય કમેન્ટ કરી હતી. રવિવારે લા લીગાના સત્તાવાળાઓએ પછીથી કહ્યું હતું કે ‘સ્ટેડિયમમાં કે સ્ટેડિયમની બહારના આવા કોઈ પણ બનાવને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. અમે તમામ ફુટબૉલ ક્લબો સાથે સતત સંપર્કમાં રહીએ છીએ અને ફુટબૉલની રમતને મૈત્રીપૂર્ણ અને કોઈ પણ પ્રકારના વિવાદ વિનાની રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. લા લીગમાં હેટ સ્પીચને કોઈ સ્થાન નથી.’

sports sports news football real madrid la liga