બર્થ-ડેના દિવસે લેવાન્ડૉવ્સ્કીનો બાર્સેલોના માટે પ્રથમ ગોલ

23 August, 2022 12:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બાર્સેલોના વતી બીજા બે ગોલ પણ થયા હતા, પણ સૉસીડૅડ વતી એક જ ગોલ થતાં બાર્સેલોનાની ૪-૧થી જીત થઈ હતી

રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કી

બાયર્ન મ્યુનિક ક્લબની ટીમમાંથી બાર્સેલોનામાં જોડાયેલા પોલૅન્ડના ફુટબોલર રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કીએ રવિવારે ૩૪મા જન્મદિને બાર્સેલોના માટે પહેલો ગોલ કરીને આ જન્મદિનને તેમ જ નવી ટીમમાં કરેલી એન્ટ્રીને યાદગાર બનાવ્યાં હતાં. સ્પેનની લા લીગા લીગમાં રિયલ સૉસીડૅડ સામેની મૅચમાં તેણે એક નહીં, બે ગોલ કર્યા હતા. પ્રથમ ગોલ તેણે મૅચના આરંભ બાદ ૪૭મી સેકન્ડે કર્યો હતો અને બીજો ગોલ ૬૮મી મિનિટે કર્યો હતો. બાર્સેલોના વતી બીજા બે ગોલ પણ થયા હતા, પણ સૉસીડૅડ વતી એક જ ગોલ થતાં બાર્સેલોનાની ૪-૧થી જીત થઈ હતી.

396

રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કી આટલા કરોડ રૂપિયાના ડીલમાં બાયર્ન મ્યુનિકમાંથી બાર્સેલોનાની ટીમમાં આવ્યો છે.

sports news sports football spanish football fc barcelona real sociedad