02 June, 2024 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનન્યા કુલકર્ણી
ઐરોલીની ન્યુ હોરાઇઝન સ્કોલર સ્કૂલની વિદ્યાર્થિનીએ કમાલ કરી છે. આ સ્કૂલમાં 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની અનન્યા કુલકર્ણીએ 26મી મે 2024ના રોજ મલેશિયાના કુઆલાલંપુર ખાતે યોજાયેલી કુસાનો-હા ઓપન ઇન્વિટેશનલ કરાટે ચૅમ્પિયનશિપ (Karate News)માં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ કુસાનો-હા ઓપન કરાટે ચેમ્પિયનશિપ વર્લ્ડ ફનાકોશી શોટોકન કરાટે ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ યોજાઈ હતી.
કયા કયા દેશના ખેલાડીઓએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો?
તમને જણાવી દઈએ કે આ મેચમાં કુલ છ દેશોના 350થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમ કે, ઈંગ્લેન્ડ, મલેશિયા, શ્રીલંકા, નેપાળ, રશિયા અને ભારતઆ ઈવેન્ટમાં તમામ વય શ્રેણીઓમાં ભાગ લીધો હતો.
સૌ પ્રથમ તો ગર્વની વાત છે એક છોકરીઓની 12-13 વય શ્રેણીમાં ભાગ લેનાર અનન્યાએ કાટાના 2 રાઉન્ડમાં પ્રથમ ગોલ્ડ જીતીને પોતાની શ્રેષ્ઠ કુશળતા દર્શાવી હતી. ત્યારબાદ તેણીએ કુમિતેમાં 4 પ્રતિસ્પર્ધીઓ સામે પણ જીત મેળવીને બીજો સુવર્ણ પદક પોતાને નામે કર્યો હતો. કુમિતે અનન્યાની તેના અંતિમ મુકાબલામાં શ્રીલંકાની પ્રતિસ્પર્ધી સામે જોડી બનાવી હતી, જેને તેણીએ ચાર પોઈન્ટના માર્જીન સાથે આત્મવિશ્વાસપૂર્વક જીતીને બાકીના કરતા જોરદાર પ્રદર્શન આપ્યું હતું. આ શાનદાર પ્રદર્શન અનન્યાને ભારતમાં આ વર્ષે 7થી 10 નવેમ્બર દરમિયાન યોજાનાર કરાટે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરે છે.
Karate News: અનન્યાએ મલેશિયામાં યોજાનારી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થવા માટે આ વર્ષની શરૂઆતમાં ગોવામાં યોજાયેલી તેની વય વર્ગમાં રાષ્ટ્રીય સ્તરે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
ક્યારથી કરાટે શીખી રહી છે આ અનન્યા?
તમને જણાવી દઈએ કે અનન્યા જ્યારે માત્ર છ વર્ષની હતી ત્યારથી કરાટે (Karate News)નું પ્રશિક્ષણ મેળવી રહી છે, અને તેણે સમગ્ર ભારતમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટ્સમાં અસંખ્ય ઈનામો પોતાને નામે કર્યા છે. તે કોચ પ્રફફુલ પવારના માર્ગદર્શન હેઠળ હાઈલેન્ડ રેસિડેન્સી, થાણે ખાતે તાલીમ લે છે. આ જ એકેડેમીના ત્રિદીપ અધિકારી અને પ્રજ્જવલ પવારે અનુક્રમે ગોલ્ડ અને બ્રોન્ઝ જીત્યો હતો.
જાણો આ ચેમ્પિયનશીપ વિશે
Karate News: તમને જણાવી દઈએ કે આ સ્પર્ધા મલેશિયામાં યોજાઈ હતી. આ ઇવેન્ટમાં વિવિધ આંતરરાષ્ટ્રીય ટીમોએ ભાગ લીધો હતો, જેમાં શ્રીલંકાની પણ એક ટીમી ભાગ લીધો હતો. શ્રીલંકાની ટીમમાં 27 વિભિન્ન શાળાઓમાંથી પસંદ કરાયેલા 19 છોકરાઓ અને 16 છોકરીઓ મળી કુલ 35 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. ભારતમાંથી પણ નોંધપાત્ર સહભાગીઓમાં વિવિધ કરાટે ક્લબ અને ડોજોના સભ્યોનો સમાવેશ થાય છે. જેમણે પોતપોતાની શ્રેણીઓમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ સહભાગીઓએ વિવિધ વય જૂથો અને વજન વિભાગોમાં સ્પર્ધા કરી, કાતા અને કુમિતે બંને ઇવેન્ટમાં તેમની કુશળતા દર્શાવી હતી. ખાસ તો આ ચેમ્પિયનશિપમાં વિવિધ કેટેગરીઓ અને ઉંમર જૂથો માટે સ્પર્ધાઓ રાખવામાં આવી હતી, જે યુવા કરાટે પ્રેક્ટિશનરોને તેમની કુશળતાઓ દર્શાવવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાનો મંચ પૂરો પાડે છે.