ફિફા 2022 વર્લ્ડ કપની રેસમાંથી ભારતીય ટીમ બહાર, ઓમાન સામે 0-1થી હારી

20 November, 2019 08:30 PM IST  |  Mumbai

ફિફા 2022 વર્લ્ડ કપની રેસમાંથી ભારતીય ટીમ બહાર, ઓમાન સામે 0-1થી હારી

ભારતીય ફુટબોલ ટીમ

ભારતીય ફુટબોલની ટીમના ચાહકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ફુટબોલની ટીમ ફિફા 2022 વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેકાઇ ગયું છે. મંગળવારે ક્વોલિફાય રાઉન્ડમાં ભારતીય ફુટબોલ ટીમ 0-1થી ઓમાન સામે હારી ગયું હતું. આ બીજીવાર થયું છે કે ભારતીય ટીમ ઓમાન સામે હારી ગયું હોય. આ પહેલા ગુવાહાટીમાં ભારતીય ટીમ 1-2થી ઓમાનની ટીમ સામે હારી ગયું હતું.


ઓમાન સામેની મેચમાં ભારતીય ટીમ સ્ટ્રગલ કરતી જોવા મળી
ફિફા વર્લ્ડ કપ 2022 ક્વોલિફાયર રાઉન્ડમાં ભારતીય ફુટબોલ ટીમ સામે ઓમાનના મોહનસિન ઉલ ઘાસાની એક માત્ર ગોલ કરવામાં સફળ રહ્યો હતો. ઓમાનના મોહનસિન ઉલ ઘાસાનીએ મેચમાં 33મી મીનીટે ટીમનો પહેલો અને એક માત્ર ગોલ કર્યો હતો. પુરી મેચમાં ભારતીય ટીમ ઓમાન સામે સ્ટ્રગલ કરતી જોવા મળી હતી.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ભારતીય ફુટબોલ ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાં એક પણ મેચ જીતી ન શક્યું
ફુટબોલ વર્લ્ડ કપ 2022ની ક્વોલિફાયરની પાંચ મેચોમાંથી ભારત એકપણ મેચ જીત્યું ન હતું. 3 મેચ ડ્રો થઇ અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતના પાંચ મેચમાં માત્ર 3 પોઇન્ટ છે. તે ગ્રુપ Eમાં ચોથા સ્થાને છે. એશિયન ચેમ્પિયન કતાર 5 મેચમાં 13 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જયારે ઓમાન 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત ઓમાનથી 9 અંક પાછળ છે. તેને હજી 3 મેચ રમવાની છે. ભારત ત્રણેય મેચ જીતે તો પણ ઓમાનની બરોબરી જ કરશે. તેવામાં તે ત્રીજા રાઉન્ડમાં પહોંચે તેવી સંભાવના નહિવત છે. 2023ના એશિયન કપ ક્વોલિફાયરમાં ભારતની આશા હજી પણ જીવંત છે.

football all india football federation sports news