ભારતીય ઍથ્લિટો કોચ અને સપોર્ટ સ્ટાફ વગર ટોક્યો ઑલિમ્પિક્સમાં જશે

24 March, 2021 11:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષે યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સમાં વિદેશી પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે

પ્રતીકાત્મક તસવીર

ઑલિમ્પિક્સની આયોજક સમિતિએ કેટલાક દિવસ પહેલાં જાહેર કર્યું હતું કે આ વર્ષે યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સમાં વિદેશી પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે. સમિતિના આ નિર્ણયને લીધે જે ભારતીય ઍથ્લિટ્સના કોચ કે પર્સનલ ટ્રેઇનર વિદેશી છે તેમને માટે તકલીફ ઊભી થઈ શકે છે.  ઑલિમ્પિક્સના પાછલા સંસ્કરણમાં સપોર્ટ સ્ટાફ, કોચને આયોજક દેશો પાસેથી કોઈ સુવિધા આપવામાં નહોતી આવી અને તેમણે જાતે ભાડું ભરીને પોતાના રહેવાની વ્યવસ્થા કરવી પડી હતી. આ ઉપરાંત તેમણે જાતે ​ટિકિટ ખરીદી અથવા રોજનો પાસ બનાવીને ઍથ્લિટ્સ પાસે પહોંચવું પડતું હતું. એવામાં આ વર્ષે વિદેશી પ્રેક્ષકોને પ્રવેશ ન આપવાના નિર્ણયને લીધે રેસલર બજરંગ પુનિયા, શૂટર રાહી સર્નોબત જેવા ઍથ્લિટ્સને તકલીફ પડી શકે છે.

sports sports news tokyo tokyo olympics 2020